સ્પોર્ટ્સ

એસપીબી કોલેજની વિદ્યાર્થીનીએ એઆઇયુ રોડ સાઇકલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

એસપીબી કોલેજની વિદ્યાર્થીનીએ એઆઇયુ રોડ સાઇકલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મિડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતની એમ.કોમ. સેમેસ્ટર–4 ની વિદ્યાર્થીની કુમારી મુસ્કાન એસ. ગુપ્તા એ એઆઇયુ (All India Inter University) રોડ સાઇકલિંગ ચેમ્પિયનશિપ 2025–26માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
આ ચેમ્પિયનશિપનું આયોજન મહાત્મા ગાંધી મિશન યુનિવર્સિટી, છત્રપતિ સંભાજીનગર – ઔરંગાબાદ ખાતે તા. 15 થી 18 એપ્રિલ, 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે 50 કિ.મી. રોડ માસ સ્ટાર્ટ રેસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
તેમની આ સિદ્ધિ તેમના કઠોર પરિશ્રમ, લગન અને રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યા તથા સ્પોર્ટસ પ્રોફેસર ડૉ. ધનંજય યાદવ દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button