ગુજરાત

“કીચડમાં બાપ્પાનું વિસર્જન, ધર્મ અને શ્રદ્ધાનું અપમાન”

“કીચડમાં બાપ્પાનું વિસર્જન, ધર્મ અને શ્રદ્ધાનું અપમાન”
ડિંડોલી–ખરવાસા વિસ્તારની નહેરોમાંથી 3,000થી વધુ અર્ધવિસર્જિત ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જન
ગણેશોત્સવ દરમિયાન ડિંડોલી–ખરવાસા વિસ્તારની નહેરોમાં અર્ધવિસર્જિત અને રઝળતી હાલતમાં રહેલી 3,000થી વધુ ગણેશજીની પ્રતિમાઓ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા બહાર કાઢવામાં આવી હતી. તમામ પ્રતિમાઓને એકત્રિત કરી મગદલ્લા ઓવારા ખાતે શ્રદ્ધાપૂર્વક પુનઃવિસર્જન કરવામાં આવ્યું.
સંસ્થાના સંસ્થાપક આશિષ સૂર્યવંશીએ જણાવ્યું કે, શ્રી માધવ ગૌશાળા છેલ્લા 10 વર્ષથી ગણેશોત્સવ દરમિયાન લોકોને યોગ્ય અને ધાર્મિક રીતે વિસર્જન કરવા માટે જનજાગૃતિ કરી રહી છે. સંસ્થાએ ગણેશભક્તોને અપીલ કરી છે કે નહેર કે ગંદા પાણીમાં પ્રતિમા ન પધરાવી, માટીની અને પર્યાવરણમિત્ર ગણેશજીની મૂર્તિ અપનાવી યોગ્ય રીતે વિસર્જન કરીએ.
આ સમગ્ર કામગીરી દરમિયાન તમામ ગૌસેવકોએ પોતાનું શ્રમદાન આપી પ્રતિમાઓને નહેરોમાંથી બહાર કાઢી, એકત્રિત કરી અને યોગ્ય રીતે પુનઃવિસર્જન કરવાની સેવા બજાવી હતી. ત્યારબાદ તમામ પ્રતિમાઓને શ્રદ્ધાપૂર્વક મગદલ્લા ઓવારા ના વ્યવસ્થાપક નેશનલ ફાઇટર ક્લબ ના સહયોગ થી મગદલ્લા ઓવારા ખાતે યોગ્ય રીતે પુનઃવિસર્જન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કામગીરી સ્વખર્ચે, કોઈપણ પ્રશાસકીય મદદ વિના કરવામાં આવી હતી. ગૌસેવકોએ પોતાના શ્રમ અને સંસ્થાના સ્વખર્ચે આ ધાર્મિક સેવા પૂર્ણ કરી હતી.
આ મુદ્દે સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ વિભાગ સમક્ષ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા પણ વિસર્જનના દિવસોમાં નહેર વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખી લોકોને નહેરમાં પ્રતિમા વિસર્જન કરતા અટકાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો તકનો લાભ લઈને નહેરોમાં પ્રતિમા મૂકી જતા હોવાના બનાવો સામે આવે છે.
“બાપ્પાને વિદાય પણ બાપ્પાની જેમ જ શ્રદ્ધાથી આપીએ”
“બાપ્પાને ઘરે લાવીએ શ્રદ્ધાથી, વિદાય પણ આપીએ શ્રદ્ધાથી.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button