ધર્મ દર્શન

“ફૂલ બંગલા”માં બિરાજ્યા બાબા શ્યામ, ભક્તોની ભીડ ઉમટી

“ફૂલ બંગલા”માં બિરાજ્યા બાબા શ્યામ, ભક્તોની ભીડ ઉમટી
સુરત : શ્રાવણ માસની સુદ અગિયારસના અવસરે વીઆઈપી રોડ, વેસુ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં રવિવારે ફૂલ બંગલો સજાવવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ અનિલ રૂંગટા અને વરિષ્ઠ ઉપપ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા વૃંદાવનના “ફૂલ બંગલા”ની તર્જ પર શ્યામ મંદિર પરિસરને સજાવવામાં આવ્યું હતું અને બાબા શ્યામનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલકાતાના પ્રખ્યાત કારીગરો દ્વારા ફૂલોથી બાબાનો “ફૂલ બંગલો” સજાવવામાં આવ્યો હતો. આ માટે બેંગ્લોર, કોલકાતા સહિત અનેક શહેરોમાંથી મોગરો, જુઈ વગેરે ફૂલો મંગાવવામાં આવ્યા હતા.
ભક્તોને સોમવાર, બારસના અવસરે પણ “ફૂલ બંગલા”ના દર્શન થશે. ફૂલ બંગલાના દર્શન કરવા માટે મોડી રાત સુધી ભક્તોની લાંબી લાઈનો લાગી રહી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના મંત્રી શિવપ્રસાદ પોદ્દાર, ઉપપ્રમુખ રાજકિશોર શાહ, ખજાનચી વિનય બેરીવાલા, સહમંત્રી યોગેશ જાખલિયા, શેખર ગૌરીસરિયા, સહખજાનચી રમેશ અગ્રવાલ (વિનાયક), અશોક ચોકડિકા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button