ધર્મ દર્શન

વેમાર ગામે ગણેશ મંડળના યુવાનોએ શીશ મહેલમાં ગણપતિ કરેલ સ્થાપના

વેમાર ગામે ગણેશ મંડળના યુવાનોએ શીશ મહેલમાં ગણપતિ કરેલ સ્થાપના
કરજણ તાલુકાના વેમાર ગામે ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા છ સાત મહિનાથી સ્વ મહેનત અને પોતાના જ વિચારોથી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની સ્થાપના કરેલ છે, અને સ્થળ પર જ્યારે આના દર્શન કરીએ છીએ, ત્યારે સ્પષ્ટ દેખાઈ આવે છે કે વડોદરા જિલ્લામાં આવી કલા કૃતિ અને મહેનતથી એકમાત્ર અહીંયા જ આકર્ષક શીવ મહેલ અને તેમાં ગણપતિ બાપા ની પધરામણી અલૌકિક દેખાઈ આવે છે.
છેલ્લા 25 વર્ષથી વેમાર ગામમાં ગણપતિ બાપા ની મૂર્તિની સ્થાપના કરીને ઉજવણી કરવામાં આવે છે.
વેમાર યુવક મંડળ ના ગણેશ ભક્તોએ છેલ્લા 7 મહિનાથી ગણેશજી ના શિવ મહેલ ની દીવાલો, સ્થંભો, રંગકામ, સહિતનો તમામ શણગાર જાતે બનાવેલ છે. અને લાઇટિંગ નો શણગાર , લાઈટોની ઝગમગાહટ સહિત તમામ કામગીરી યુવક મંડળના સભ્યોએ જાતે કરેલ છે, એ આ વડોદરા જિલ્લામાં રેકોર્ડ બનેલ છે ,જિલ્લામાં અન્ય સ્થળોએ ફરાસખાના વાળા અથવા તો મૂર્તિ બનાવનારા અને કલાકારો દ્વારા બનાવવામાં આવે છે. અને તે કોમર્શિયલ બેજ પર બને છે ,જ્યારે વેમાર મુકામે યુવાનો દ્વારા સ્વ મહેનત કરીને બનાવેલ ગણપતિ બાપા નો શિવમહલ આકર્ષણનુ રૂપ બન્યો છે.
શ્રી ગણપતિ આરતી સમયે સમગ્ર ગામની બહેનો તથા ભાઈઓ બાળકો સહિત ઉમટી પડે છે અને એક તબક્કે ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી તે આ ગણપતિ બાપા ના ચમત્કારનો પ્રત્યક્ષ ઉદાહરણરૂપ દાખલો છે.
ગણેશ યુવક મંડળના યુવાનોને ગામના વડીલો નું માર્ગદર્શન પણ મળી રહે છે અને તેના ફળ સ્વરૂપ વડોદરા જિલ્લામાં અનોખો શિવ મહેલ સાથે ગણપતિ બાપા નો દરબાર જોવા મળે છે. આ તમામ યુવાનો ખરેખર અભિનંદનને પાત્ર છે અને ભક્તિથી ભરપૂર દેખાઈ આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button