ધર્મ દર્શન

સાધલીના વતની હાલ વડોદરા ધૃતિ ધર્મેન્દ્ર શાહે સિદ્ધિ તપ કરેલ એના પારણાની ઉજવણી કરી

  • સાધલીના વતની હાલ વડોદરા ધૃતિ ધર્મેન્દ્ર શાહે સિદ્ધિ તપ કરેલ એના પારણાની ઉજવણી કરી
  • આ તપમાં 36 ઉપવાસ અને આઠ બેસના પછી આજે સિદ્ધિ તપનું પારણું કરવામાં આવ્યું

શિનોર તાલુકાના સાધલી મુકામે રહેતા અને હાલ વડોદરા સ્થાયી થયેલા સ્વ. પ્રવીણચંદ્ર કાંતિલાલ શાહના પુત્ર ધર્મેન્દ્ર શાહના ધર્મ પત્ની ધ્રુતિ શાહ દ્વારા વડોદરા મુકામે સિદ્ધિ તપ કરવામાં આવેલ હતું. જૈન ધર્મમાં કઠોર ધાર્મિક ઉપવાસ, તપસ્યાની સાધના અને આધ્યાત્મિક આત્મસુધ્ધી, સંયમ અને સાધનાનો એક વિશેષ ઉપક્રમ માનવામાં આવે છે અને ખાસ કરીને પવિત્ર ચાતુર્માસ દરમિયાન આ પ્રકારની તપસ્યા કરવામાં આવે છે. આ તપ આત્માની શુદ્ધિ ,મનની એકાગ્રતા અને શારીરિક તથા માનસિક શક્તિ માં વધારો કરવા માટે કરવામાં આવે છે, અને તપ પૂર્ણ થયા બાદ ઉજવવામાં આવતા ઉત્સવને સિદ્ધિ તપ પારણું કહેવામાં આવે છે, જેની આજે ભવ્ય શોભાયાત્રા સાથે વરઘોડો કાઢીને ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મમાં તપ એ અંતરાની શાંતિનો પથ છે અને તેનું પારણું એ કૃપાની અનંત અનુભૂતિ છે ,જેનો આજે તેઓના સમગ્ર પરિવાર, સગા સંબંધી અને જૈનેતર ભાઈ બહેનોએ લ્હાવો લીધો હતો. આ સિદ્ધિ તપના પારણા માટે રક્ષાબેન પ્રવીણચંદ્ર શાહ પરિવારે નિમંત્રણ પાઠવ્યા હતા અને વડોદરા મુકામે આત્મીય હોલ ,અવધૂત ફાટકની પાસે ,માંજલપુર મુકામે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.  તારીખ 16 સપ્ટેમ્બર સાધલીની બે દીકરીઓ વિશ્વા અને જીલ ના પરિવાર દ્વારા અઠ્ઠાઈ તપના પારણાની ઉજવણી કર્યા પછી, આજે સાધલીની પુત્રવધુ ધ્રુતિ ધર્મેન્દ્ર શાહ પરિવારે સિદ્ધિ તપ પારણાની ઉજવણી કરીને સાધલી તથા શિનોર તાલુકાનું ગૌરવ વધારેલ છે. માતા પિતા સહિત નાની બાળકીઓએ પણ પારણું કરાવી સૌને ભાવવિભોર બનાવ્યા હતા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button