ધર્મ દર્શન

૫૧૦૦ દીવાથી થઈ બાબા શ્યામની મહાઆરતી

૫૧૦૦ દીવાથી થઈ બાબા શ્યામની મહાઆરતી

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રજી મોદીના જન્મદિવસ નિમિત્તે વીઆઈપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં ૫૧૦૦ દીવાથી સંધ્યા આરતી કરવામાં આવી. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સંજય સરાવગીએ જણાવ્યું કે આ પ્રસંગે હજારો શ્યામ ભક્તોએ પોતાના હાથમાં દીવો લઈને બાબાની આરતી કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય તેમજ ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી. આ પ્રસંગે બાબા શ્યામનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો અને સમગ્ર મંદિર પરિસરને દીવાની રોશનીથી શણગારવામાં આવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button