અદાણી પોર્ટ્સયુરોપની બીજી સૌથી મોટી લિક્વિડ સ્ટોરેજ ઓપરેટરઇવોસ બી.વીમાં ૧૦૦% હિસ્સો ખરીદશે

અમદાવાદ: ભારતની સૌથી મોટી અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સંકલિત પરિવહન સંચાલકમાંની, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.એ નેધરલેન્ડ્સ સ્થિત ‘ઇવોસ બી વી.’ (Evos) માં ‘ઇગનેઓ ઇન્ફ્રાસ્ટરક્ચર પાર્ટનર્સ પાસેથી નક્કી થયેલી ૨.૫૬ અબજ યુરોની એન્ટરપ્રાઇઝ કિંમતે ૧૦૦% હિસ્સો હસ્તગત કરવા સમજૂતી કરી છે. સંપૂર્ણપણેરોકડમાં પ્રસ્તાવિત આ સોદામાં આંકવામાં આવેલું ઇવોસનું ઇક્વિટી મૂલ્ય ૧.૧૮ અબજ યુરો કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે ૧૧.૭ ગણુંEV/ઇબીડટામલ્ટિપલ દર્શાવે છે. કેલેન્ડર વર્ષ દરમિયાનઇવોસએ ૩૯૨ મિલિયન યુરોની આવક અને ૨૧૯ મિલિયન યુરોનોઇબીડટા (૫૬% ઇબીડટામાર્જિન સાથે) નોંધાવ્યો હતો. સંયુક્ત એકમ માટે ‘પ્રો ફોર્મા’ નેટ ડેટ-ટુ-ઇબીડ્ટા૨.૭૬ ગણો છે. આઅદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ ૨૦૨૬ અને ઇવોસના કેલેન્ડર વર્ષ ૨૦૨૫ ના નાણાકીય આંકડાઓ પર આધારિત છે, ચાલુ નાણા વર્ષ સુધીમાં તે ઘટીને અંદાજે ૨.૫ ગણો થવાની અપેક્ષા છે. નિયમનકારી મંજૂરીઓ, અન્ય જરૂરી મંજૂરીઓ તથા ‘વર્કસ કાઉન્સિલ’ સાથેના પરામર્શને આધીન આ સોદા માટે ભંડોળ દેવા મારફત ઊભું કરવામાં આવશે.
અદાણી પોર્ટસ અને સેઝના ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ઇવોસનું સંપાદન એ અદાણી પોર્ટસ માટે ૧ અબજ ટન કાર્ગોનું સંચાલન અને હકિકતમાં વૈશ્વિકસંકલિત પરિવહન પ્લેટફોર્મ ઊભું કરવાના લક્ષ્યની દીશામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. તેમણે ઇવોસને કંપનીમાં આવકારવાનો આનંદ વ્યકત કરી કહયું હતું કેઆ સંપાદનથી અમને વિશ્વના મુખ્ય લિક્વિડ સ્ટોરેજ અને ઊર્જા કેન્દ્રોમાં અમારી હાજરી મજબૂત થશે. તેમણે યુરોપ સાથે ભાગીદારી, ત્યાંના ટકાઉ ઊર્જા સંક્રમણને સમર્થન આપવા અને લાંબા ગાળાનું મૂલ્ય સર્જન કરવા માટે ઉત્સુક હોવાની લાગણી વ્યકત કરતા ઉમેર્યું હતું કે’અમારા વિકાસનો મુખ્ય આધાર અમારી આર્થિક વિવેકબુદ્ધિ પણ અમે જાળવી રાખીશું.”
Evos યુરોપના બીજા સૌથી મોટા સ્વતંત્ર લિક્વિડ સ્ટોરેજ સંચાલક ઇવોસ નેધરલેન્ડ્સ, જર્મની, સ્પેન, બેલ્જિયમ અને માલ્ટામાં વ્યૂહાત્મક રીતે સ્થિત આઠ બંદર-આધારિત ટર્મિનલ્સ પર ૬.૩ મિલિયન ક્યુબિક મીટરની સંગ્રહ ક્ષમતા ધરાવે છે. યુરોપના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા અને ઔદ્યોગિક કેન્દ્રોમાં આવેલા ઇવોસના ટર્મિનલ્સમાં એમ્સ્ટરડેમ-રોટરડેમ-એન્ટવર્પ પ્રદેશ, હેમ્બર્ગ અને ભૂમધ્ય સમુદ્રી ક્ષેત્ર સામેલ છે. આ પ્લેટફોર્મમાં અનેક સંકલિત પાઇપલાઇન કનેક્ટિવિટીઝ શિફોલ એરપોર્ટ અને મધ્ય યુરોપ પાઇપલાઇન સિસ્ટમ સહિત ૪૫૨ ટાંકી, ૬૩ જહાજો અને બાર્જ બર્થનો સમાવેશ થાય છે. ઇવોસે કેલેન્ડર વર્ષ-૨૫માં ૩૭ MMT થ્રુપુટ સંચાલન કર્યું છે. ઇવોસે પરંપરાગત અને સંક્રમણ ઇંધણ બંનેને આવરી લેતા વૈવિધ્યસભર પ્રવાહી પ્લેટફોર્મનું સંચાલન કર્યું છે. તેના ઉત્પાદન મિશ્રણમાં ગેસોલિન, ગેસોઇલ, દરિયાઇ ઇંધણ અને જેટ ઇંધણનો સમાવેશ થાય છે, સાથે સાથે ટકાઉ ઉડ્ડયન ઇંધણ (SAF), બાયોફ્યુઅલ, મિથેનોલ અને બાયોઇથેનોલ જેવા સંક્રમણ ઇંધણનો પણ સમાવેશ થાય છે, જે વ્યવસાયને યુરોપના વિકસતા ઊર્જા મિશ્રણમાં ભાગ લેવા માટે મોકળાશ આપે છે. ઇવોસ એક રોકાણ-ગ્રેડ રેટેડ ઇશ્યુઅર છે.
ઇવોસ પાસેના ટાયર-૧ ગ્રાહકોના વૈવિધ્યસભર રોસ્ટરમાં વૈશ્વિક ઊર્જા કંપનીઓ, અગ્રણી ઔદ્યોગિક અને રાસાયણિક કંપનીઓ તેમજ કોમોડિટી વેપારીઓનો સમાવેશ થાય છે. તેનું વ્યવસાય મોડેલ ઉચ્ચ આવક અને રોકડ પ્રવાહની દૃશ્યતા પૂરી પાડે છે, જે સ્થાયી ગ્રાહક સંબંધો, સરેરાશ 99% વ્યાપારી વ્યવસાય અને ટેક-ઓર-પે કરાર અને CPI-લિંક્ડ કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ આવકનો નોંધપાત્ર ભાગ આધારિત છે.
વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર સંકલિત પરિવહન પ્લેટફોર્મ બનાવવાની અદાણી પોર્ટસની મહત્વાકાંક્ષા સાથે ઇવોસએક મજબૂત વ્યૂહાત્મક અનુકુલન સાધે છે. યુરોપમાં નોંધપાત્ર સ્થાન સ્થાપિત કરવા સાથે આ સંપાદન અદાણી પોર્ટસના પ્રવાહી પોર્ટફોલિયોને ભૌતિક રીતે વિસ્તૃત અને વિવિધતાસભર બનાવે છે તેમજ નવા યુગના ઇંધણ તરફ લાંબા ગાળાના સંક્રમણ માટે એક્સપોઝર પૂરું પાડે છે. ઇવોસ ઉચ્ચ-માર્જિન, અનુમાનિત હાર્ડ-ચલણ રોકડ પ્રવાહ ઉમેરતું તેમજ ઉચ્ચ ટેક-ઓર-પે આવક અને CPI-લિંક્ડ કોન્ટ્રાક્ટ બેઝ દ્વારા સમર્થિત હોવાથી તે મહત્વનું બની રહે છે.જે અદાણી પોર્ટસની ગુણવત્તાયુકત કમાણી, સ્થિતિસ્થાપકતા અને ભૌગોલિક વૈવિધ્યકરણને પણ મજબૂત બનાવે છે. ઇવોસનો૫૬% ઇબીડટામાર્જિન અદાણી પોર્ટસ અને સેઝના નાણા વર્ષ-૨૭ના પ્રથમ છ માસિક ઇન્ટરનેશનલ પોર્ટ્સ માર્જિન ૪૪.૮% થી ઉપર છે, જે વ્યવસાયના માર્જિન-વૃદ્ધિશીલ પ્રકૃતિ દર્શાવે છે.
30 સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા નાણા વર્ષ-૨૭ના બીજા ત્રિમાસિક અનુસાર કંપની પાસે રુ.૧૨,૫૦૨ કરોડનું રોકડ સંતુલન હતું. અદાણી પોર્ટસના ઇન્ટરનેશનલ પોર્ટ્સ પોર્ટફોલિયોએ તેની મજબૂત ગતિ જાળવી રાખીનેઅનુક્રમે રુ.૩,૫૮૬ કરોડ અને રુ.૧,૬૦૮ કરોડની વિક્રમી આવક અને ઇબીડટા હાંસલ કર્યો હતો, જેમાં ચાલુ નાણા વર્ષના પહેલા છ મહિનામાં ઇબિડટામાર્જિન ૪૪.૮% સુધી પહોંચ્યો છે.. નાણા વર્ષ-૨૬ ના પ્રથમ છ માસિકમાં વોલ્યુમ ૧૭ મિલિયન મેટ્રિક ટનથી વધીને ૪૭ મિલિયન મેટ્રિક ટનથયું હતું. કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ અને તાંઝાનિયાની કામગીરીમાં સતત વધારો અને NQXTઓસ્ટ્રેલિયાના યોગદાનને કારણે આ પ્દર્શન શક્ય બન્યું છે. .
MUFG એકમાત્ર અંડરરાઇટર છે અને તેણે પ્રસ્તાવિત વ્યવહાર માટે €૨.૮બિલિયન સુધીની નાણાકીય પ્રતિબદ્ધતાઓ પૂરી પાડી છે. લિંકલેટર્સ અને સિરિલ અમરચંદ મંગલદાસે એપીએસઇઝેડમાટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાનૂની સલાહકાર તરીકેની ભૂમિકા અદા કરી છે.



