ગુજરાત

એડવોકેટ પ્રીતિ જોષી દ્વારા મહિલા વકીલો માટે પ્રી-દિવાળી સેલિબ્રેશનનું આયોજન

સુરત : સુરતમાં મહિલા વકીલો વચ્ચે એકતા, ભાઈચારો અને ઉત્સાહનો માહોલ સર્જવાના હેતુથી એડવોકેટ પ્રીતિ જોષી દ્વારા વર્ષોથી પરંપરાગત પ્રી-દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મહિલા વકીલો માટે ખાસ પ્રી-દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા વકીલો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તમામ મહિલા વકીલોએ એકબીજાને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી તેમજ શુભ સંદેશાઓની આપ-લે કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હળવાશભર્યો, આનંદમય અને સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત સુરત જિલ્લા વકીલ મંડળની આગામી ચૂંટણીને લઈને પણ ઉપસ્થિત મહિલા વકીલો વચ્ચે ચર્ચાઓ થઈ હતી. ચૂંટણીમાં રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો પરિચય આપી ઉપસ્થિત વકીલો સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
ભાઈચારા, આત્મીયતા અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌએ સાથે મળીને દીપોત્સવના પર્વની ખુશીઓ વહેંચી હતી અને દિવાળીની ઉજવણીને યાદગાર બનાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button