ગુજરાત
ધ્વનિ ભાનુશાળી અને કિંજલ દવેની ‘ફુંદડી’ સાથે ‘ફીલ્સ’માં છવાયો નવરાત્રીનો રંગ*

- *ધ્વનિ ભાનુશાળી અને કિંજલ દવેની ‘ફુંદડી’ સાથે ‘ફીલ્સ’માં છવાયો નવરાત્રીનો રંગ*
- નવરાત્રીના તહેવારની શરૂઆત પહેલાં જ ધ્વનિ ભાનુશાળી ‘FEELS’ ના બીજા ગીત ‘ફુંદડી’ સાથે ગરબાની ધૂમ મચાવવા માટે તૈયાર છે. ગુજરાતી સંગીતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સાથે ધ્વનિનું આ પહેલું સહયોગ છે. આ ગીત પરંપરાગત ગરબાની ઊર્જાને એક નવા અને આધુનિક સંગીત સાથે રજૂ કરે છે, જે આ તહેવારની ગરબા નાઈટ્સ માટે એકદમ પરફેક્ટ છે.
- ‘FEELS’ની શરૂઆત ‘પાપા હીરો તુમ મેરે’ જેવા ઈમોશનલ ગીતથી કર્યા બાદ, જેમાં પિતા-પુત્રીના સુંદર સંબંધની ઉજવણી કરવામાં આવી હતી, ધ્વનિ હવે ‘ફુંદડી’ સાથે એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે. આ ગીત દ્વારા તે પોતાના ગુજરાતી મૂળ અને તે સંસ્કૃતિ સાથે જોડાય છે, જે તેના ઉછેરનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહી છે.
- ઈન્ફેક્શિયસ ગરબા બીટ્સથી લઈને ધ્વનિ અને કિંજલના જોશીલા અવાજ સુધી, ‘ફુંદડી’ એવું ગીત છે જે તમને ચણિયાચોળી પહેરીને, હાથમાં દાંડિયા લઈને સીધા ગરબાના ગ્રાઉન્ડ પર પહોંચવા માટે મજબૂર કરી દે. પરંપરાગત ગુજરાતી સંગીતના સ્વાદ સાથે કન્ટેમ્પરરી પોપ ટચ અને મજેદાર અંગ્રેજી લિરિક્સનો સુંદર મિશ્રણ ગીતને યંગ અને ફ્રેશ એનર્જી આપે છે, જ્યારે તેનો ગુજરાતી તહેવારી આત્મા જળવાઈ રહે છે.
- ‘ફુંદડી’ને ધ્વનિ ભાનુશાળી અને કિંજલ દવેએ પોતાનો અવાજ આપ્યો છે. ગીતનું સંગીત ગૌરવ દગાંવકરે આપ્યું છે, જ્યારે ગીતના શબ્દો દર્શિત નાયક અને કુનવર જૂનેજાએ લખ્યા છે.
- નવરાત્રીની ઉજવણી નજીક આવી રહી છે ત્યારે ‘ફુંદડી’ આ સિઝનની ગરબા પ્લેલિસ્ટમાં પોતાની ખાસ જગ્યા બનાવવા અને ગરબાના ફ્લોર પર વારંવાર વાગવા માટે તૈયાર છે.
- ‘ફુંદડી’ અહીં જુઓ:
- https://www.youtube.com/watch?v=MiRlq-7_VIs



