ગુજરાત
નવરાત્રીના તહેવાર નિમિતે વૈભવ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું

- નવરાત્રીના તહેવાર નિમિતે વૈભવ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું
- પથમેડા ગૌ શાળા ના પ્રમુખ તુલસીભાઈ રાજપુરોહિત,તેમજ મીડિયા જગત ના દિગ્ગજ નીરવભાઈ મુનશી, ગૌરવ ભાઈ મુનશી અને મહેન્દ્રભાઈ સોની વિશેષ હાજર રહ્યા હતા
- સુરત:ગોડાદરા વિસ્તારમાં આવેલ વૈભવ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા નવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આ ગરબા મહોત્સવમાં સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમ માં પથમેડા ગૌ શાળા સેવા સમિતિ ના પ્રમુખ તુલસીભાઈ રાજપુરોહિત, (પથમેડા ગૌ શાળા દેશ ની સૌથી મોટી ગૌ શાળા માની એક છે જેમાં દોઢ લાખ થી વધુ ગાયો ની સેવા કરવામાં આવે છે) ,પોલીસ બંધુ,રિયલ એસ્ટેટ,મેરે હમસફર,આઈ ટ્વેન્ટી ન્યૂઝ ના માલિક નીરવભાઈ મુનશી , ગૌરવભાઈ મુનશી તથા પત્રકાર, કોલમિસ્ટ એવા મહેન્દ્રભાઈ સોની વિશેષ મહેમાન તરીકે કાર્યક્રમ માં હાજર રહી શોભા વધારી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ના અન્ય ભાષા ભાષી સેલ ના ગુજરાત રાજ્ય ના પ્રમુખ રોહિતભાઈ શર્મા, શાળા ના ટ્રસ્ટી રમેશભાઈ ચૌધરી તથા વૈભવ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. નવરાત્રિના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ ગરબા મહોત્સવમાં પરંપરાગત ગરબા અને દાંડિયાની રમઝટ સાથે ઉત્સવમય માહોલ સર્જાયો હતો અને બાળકો એ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમી ગરબાનો આનંદ માણ્યો હતો અને બેસ્ટ ખેલૈયા ને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા, કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના લોકોને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરા સાથે જોડવાનો છે. આ કાર્યક્રમને શાળા ના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફ દ્રારા સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી.



