ક્રાઇમ

રૂા.૭૫ લાખની છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડી હાથકડી પેરાવતી સુરત પોલીસ

રૂા.૭૫ લાખની છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડી હાથકડી પેરાવતી સુરત પોલીસ

સુરત : મિત્રતા ના નામ પર લાખો રૂપિયાનું ફુલેકુ કરીને ૯ માસથી ભાગતો ફરતો આરોપી, ઓમ જયંતીભાઈ પ્રજાપતિ રહે, ભક્તિ હાઈટ્સ, અમરોલી દ્વારા તેમના ૧૦ વર્ષ જુના અંગત મિત્ર અને પારિવારિક સંબંધ ધરાવતા મિત્ર સાથે શેરબઝાર, ક્રિપ્ટો અને જમીનના ધંધાના નામ પર પૈસા પડાવીને છેલ્લા ૨.૫ વર્ષથી ગલ્લા તલ્લા કરતા ગત જૂન/૨૦૨૪ ના રોજ ફરીયાદી દ્વારા સુરત ઇકો સેલમાં એફઆઈઆર નોંધાતા જ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તેમજ ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુક્તા તે જામીન અરજી પણ નામ.સેશન્સ કોર્ટ સુરત દ્વારા નામંજુર કરી દેવામાં આવેલ. ત્યારબાદ આરોપી દ્વારા નામ.ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મુક્તા તે છેલ્લા ૯ મહિનાથી હાઇકોર્ટમાં આગોતરા જામીન મુકેલા તેમજ ત્યાં હાઇકોર્ટમાં તેમના દ્વારા જુઠ્ઠાણું ફેલાવી એવી રજુઆત કરી કે પોલીસએ કઈ રીતે કાર્યવાહી કરવી એવી દલીલ કરતા હાઇકોર્ટ દ્વારા તેમની વચગાળાની જામીન અરજી પણ નામંજુર કરી દેવામાં આવેલ અને ગત ૪ માર્ચે ત્યાંથી તેમના જામીન નામંજૂર થતા સુરત પોલીસ દ્વારા છટકું ગોઠવાઈને આજ રોજ આરોપી ઓમ પ્રજાપતિ ને પોલીસ એ પકડીને રિમાન્ડ માટે આજ રોજ સુરત કોર્ટમાં રજુ કરતા નામ.કોર્ટે આરોપીના દિન-૦૧ ના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ. આરોપી ઓમ પ્રજાપતિ સાથે સાથે તેમના આ કાવતરામાં તેમના માસીના દીકરા, વિષ્ણુ પ્રજાપતિ, રહે, ગાંધીધામ, ગોપાલ કાચા કે જે ઓમ પ્રજાપતિના આ ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે જે પણ આગોતરા જામીન લઈને બેઠા છે વળી કિશન વઘાસીયા રહે વરાછા કે જેઓ પોતે અન્ય કાવતરામાં અંડરગ્રાઉન્ડ છે હાલ તેમની પણ તપાસ ચાલે છે. સમગ્ર મામલાની તાપસ ઇકો સેલના પી.એસ.આઇ શ્રી ગિરનાર સાહેબ કરે જે મુજબની હકીકત ફરિયાદીના વકીલશ્રી દિપક એ. કલાલ દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button