ગુજરાત
શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોરમાં કેનેરા રોબેકો કંપની દ્વારા 343 સાયકલનો વિતરણ કાર્યક્રમ

- શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોરમાં કેનેરા રોબેકો કંપની દ્વારા 343 સાયકલનો વિતરણ કાર્યક્રમ
- ધારાસભ્ય અક્ષય પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ
- આજરોજ તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ,પોરમાં કરજણ – શિનોર ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ ના અધ્યક્ષપણા હેઠળ ભવ્ય સાયકલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
- કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લી. ના સી.એસ.આર.ફંડ માંથી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તથા શાળા માં અભ્યાસ માટે આવવા જવામાં સુવિધા પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુથી આ ભગીરથ કાર્ય નો લાભ શાળાના ધોરણ 9 અને 10 ના તમામ 343 વિદ્યાર્થીઓને હેલમેટ સહિત સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે કરજણ વિધાનસભા ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રા. લી. ના મેનેજર ચિરાયુ પટેલ, વડોદરા જિલ્લાપંચાયત સદસ્યા અંકિતાબેન પરમાર, વડોદરા તાલુકા પંચાયતના સદસ્યા ખુશ્બુબેન પટેલ, શ્રી બળિયાદેવ કેળવણી મંડળના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ નીતિનભાઈ પટેલ, સરપંચ સંજયભાઈ વસાવા, તથા કેળવણી મંડળના સભ્યો અને આસપાસ ની શાળા ના આચાર્યો તથા મોટી સંખ્યામાં વાલી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આમ ખૂબ જ સુંદર આયોજન કરી કાર્યકમ ને સફળ બનાવ્યો હતો …પધારેલા સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ/શાલ,તથા સ્મૃતિભેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું,.
- શાળાના ધોરણ 9 તથા ધોરણ 10ના બાળકોના મુખ પર આ નવીન સાયકલો જોઈને આનંદની લહેર ઊઠી હતી. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દર વર્ષે કરજણ-શિનોર તાલુકા માં આવેલ શાળાના બાળકોને પોતાના સી.એસ.આર.ફંડ માંથી સાયકલો આપી બાળકોને ઘરેથી શાળા સુધી ભણવા જવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળા પરિવારે તમામ મહેમાનનો આભાર માન્યો હતો.



