વ્યાપાર

સ્માર્ટ, મજેદાર અને અત્યંત સક્ષમ: પ્રસ્તુત છે બિલકુલ નવી ઇલેક્ટ્રિક PIXO

સ્માર્ટ, મજેદાર અને અત્યંત સક્ષમ: પ્રસ્તુત છે બિલકુલ નવી ઇલેક્ટ્રિક PIXO
પેરિસ, ફ્રાન્સ 23 સપ્ટેમ્બર, 2026 : વ્યવહારિકતા, પ્રગતિશીલ ડિઝાઇન અને સરળ ડ્રાઇવિંગ અનુભવના સમન્વય સાથે નિસાને આજે નવી નિસાન PIXO (પિક્સો) રજૂ કરી છે. આ નાની ઇલેક્ટ્રિક સિટી કાર આધુનિક શહેરમાં રહેતા લોકો માટે આદર્શ સાથી છે. ખાસ કરીને યુરોપનાં શહેરો અને નગરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી PIXO એક ચાર્જમાં 259 કિલોમીટરની રેન્જ આપે છે. સમગ્ર રેન્જમાં સ્ટાન્ડર્ડ તરીકે 50 કિલોવોટ ડીસી રેપિડ ચાર્જિંગ, શહેરમાં આરામદાયક ડ્રાઇવિંગ માટે વન પેડલ ટેક્નોલોજી, સ્વતંત્ર રીતે આગળ-પાછળ સરકાવી શકાય તેવી પાછળની સીટો અને જેમિની સહિત ગૂગલ બિલ્ટ-ઇન કનેક્ટિવિટી આપવામાં આવી છે. PIXO ના ઉમેરા સાથે યુરોપમાં નિસાનની સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોની શ્રેણી વધુ વિસ્તરી છે અને શહેરમાં વાહન ચલાવતા લોકો માટે વધુ સુલભ વિકલ્પ ઉપલબ્ધ થયો છે. નાની હોવા છતાં કનેક્ટેડ PIXO રોજિંદી મુસાફરી માટે જરૂરી વ્યવહારિકતા અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી ટેક્નોલોજી પૂરી પાડે છે. સાથે જ તે નિસાનની સતત વિસ્તરી રહેલી ઇલેક્ટ્રિક વાહન (ઈવી) રેન્જમાં નવી અને આગવી ઓળખ ઉમેરે છે.
રોજબરોજ શહેરમાં ડ્રાઇવિંગ માટે તૈયાર કરવામાં આવેલી ઇલેક્ટ્રિક રેન્જ અને ચાર્જિંગ
PIXO ની 259 કિલોમીટરની રેન્જ શહેરમાં થતી સામાન્ય મુસાફરી માટે પૂરતી છે. બાળકોને શાળાએ મૂકવા જવા, ખરીદી કરવા જવા કે વીકેન્ડમાં બહાર ફરવા જવા જેવી રોજિંદી મુસાફરી સરળતાથી પૂર્ણ કરી શકાય છે, જેથી ગ્રાહકોને વિશ્વાસપૂર્વક પોતાનો રોજબરોજનો પ્રવાસ કરી શકે છે.
ચાર્જિંગની વ્યવસ્થા પણ રોજિંદી જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તમામ મોડલમાં સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવતું 50 કિલોવોટ ડીસી રેપિડ ચાર્જિંગ બેટરીને માત્ર 28 મિનિટમાં 15 ટકાથી 80 ટકા સુધી ચાર્જ કરી શકે છે, જ્યારે 11 કિલોવોટ એસી ચાર્જિંગ ઘર અથવા કામના સ્થળે સરળતાથી અને સુવિધાજનક રીતે ચાર્જિંગ કરવાની સુવિધા આપે છે. આ ક્ષમતા PIXO ની નવી લિથિયમ આયર્ન ફોસ્ફેટ (એલએફપી) બેટરીને કારણે શક્ય બની છે. યુરોપમાં નિસાનના કોઈ મોડલમાં પ્રથમ વખત આ પ્રકારની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાર્યક્ષમ અને વિશ્વસનીય રીતે રોજબરોજ ઉપયોગમાં લેવાતા વાહનની શોધ કરી રહેલા અને પહેલી વખત ઈવી ખરીદનારા ગ્રાહકો માટે આ સુવિધા ઇલેક્ટ્રિક વાહનવ્યવહારને વધુ સુલભ બનાવે છે.
કોમ્પેક્ટ સાઇઝ, આશ્ચર્યજનક રીતે ખાસ્સી જગ્યા ધરાવતું ઇન્ટિરિયર
PIXO આધુનિક ઈવી પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તે તમામ સુવિધાઓ પૂરી પાડે છે અને આરામ, ઉપયોગિતા તથા વ્યવહારિકતાના મામલે તેના સેગમેન્ટની અપેક્ષાઓ કરતાં પણ આગળ વધે છે. તેની કોમ્પેક્ટ બોડી 3,796 મિમી લાંબી અને 1,790 મિમી પહોળી છે, જેના કારણે સાંકડા રસ્તા, ભીડભાડવાળા શહેરના વિસ્તારો અને ઓછી જગ્યાવાળા પાર્કિંગમાં તેને સરળતાથી ચલાવી શકાય છે. તેની સમજદારીપૂર્વકની ડિઝાઇનને કારણે અંદરની જગ્યા મહત્તમ બને છે અને તેમાં ચાર પુખ્ત વ્યક્તિઓ આરામથી બેસી શકે છે. પાછળની સ્વતંત્ર રીતે સરકાવી શકાય તેવી સીટ્સ ઉપયોગિતામાં વધારો કરે છે અને જરૂર પડે ત્યારે મોટા સામાન માટે સેગમેન્ટમાં શ્રેષ્ઠ વધારાની જગ્યા ઉપલબ્ધ કરાવે છે. કદમાં નાની હોવા છતાં PIXO માં કેબિનની અંદર 18 લિટરની સ્ટોરેજ જગ્યા અને પાછળની સીટ્સ સીધી રાખવામાં આવે ત્યારે 356 લિટરની શ્રેષ્ઠ કક્ષાની બૂટ ક્ષમતા મળે છે. તેમાં 50 લિટરની કેબલ રાખવાની જગ્યા પણ સામેલ છે. આ દર્શાવે છે કે નાનું કદ હોવાનો અર્થ વ્યવહારિકતામાં સમાધાન કરવું જરૂરી નથી.
બોલ્ડ એક્સટિરિયર ડિઝાઇન સાથે નિસાનની આગવી ઓળખ
PIXO કોમ્પેક્ટ ઈવી માટે નિસાનની ડિઝાઇન લેંગ્વેજનું નવું સ્વરૂપ રજૂ કરે છે. તેની આધુનિક અને પ્રગતિશીલ સિલ્હુએટમાં ક્યુબથીથી પ્રેરિત પ્રમાણ અને સ્વચ્છ સરફેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે કોમ્પેક્ટ સાઇઝ હોવા છતાં કારને મજબૂત અને આત્મવિશ્વાસપૂર્ણ દેખાવ મળે છે. PIXO ની ઓળખને તરત જ ઓળખી શકાય તેવી બનાવવામાં પિક્સેલથી પ્રેરિત લાઇટિંગ, આગવી ફ્રન્ટ-એન્ડ ડિઝાઇન અને કાળજીપૂર્વક ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન ડિટેલ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં છુપાયેલા “23” ઈસ્ટર એગ્સનો પણ સમાવેશ થાય છે (જાપાનીઝ ભાષામાં 2-3નો ઉચ્ચાર “નિ-સાન” થાય છે). આ ઉપરાંત, કારના આગળના બમ્પરની મજેદાર “રોબોટ ફેસ” જેવી ડિઝાઇન PIXO ને અલગ ઓળખ આપે છે. વન્ડર પર્પલ અને ગિયર બ્લૂ સહિતના PIXO ના આધુનિક રંગ વિકલ્પો તેની યુવા અને શહેરી ઓળખને વધુ મજબૂત બનાવે છે અને ગ્રાહકોને પોતાની આગવી શૈલી વ્યક્ત કરવાની તક આપે છે.
નિસાન ગ્લોબલ ડિઝાઇનના લીડ એક્સટિરિયર ડિઝાઇનર મસાતો કોયામાએ જણાવ્યું હતું કે, “PIXO સાબિત કરે છે કે નાની જગ્યામાં પણ મોટી બાબતો સમાવી શકાય છે. તેની કોમ્પેક્ટ સાઇઝ તેને યુરોપનાં શહેરો માટે સ્વાભાવિક રીતે અનુકૂળ બનાવે છે, પરંતુ તેની અંદરની જગ્યાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે અમે ઘણું કામ કર્યું છે. તેના કારણે કેબિન ખુલ્લી, વ્યવહારુ અને અપેક્ષા કરતાં વધુ વિશાળ લાગે છે. અમારા ગ્રાહકો આ નવી બોલ્ડ અને મજેદાર ઈવીને કેવી રીતે સ્વીકારે છે તે જોવા માટે હું આતુર છું. PIXO ખાસ કરીને શહેરી વિસ્તારો માટે યોગ્ય છે.”
વધુ સ્માર્ટ શહેરી ડ્રાઇવિંગ માટે કનેક્ટેડ ટેક્નોલોજી
એ-સેગમેન્ટમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવેલી જેમિની PIXO ના કનેક્ટેડ અનુભવને અલગ બનાવે છે. તે દરેક મુસાફરી દરમિયાન પર્સનલાઇઝ્ડ સપોર્ટ પૂરો પાડે છે. શરૂઆતથી જ 16 ભાષાઓ અને બોલીઓમાં ઉપલબ્ધ જેમિની કુદરતી અવાજ દ્વારા વાતચીતના માધ્યમથી નેવિગેશન, એન્ટરટેઇનમેન્ટ અને કમ્યૂનિકેશનમાં મદદ કરે છે. કન્વર્ઝેશન હિસ્ટ્રી જેમિનીને સમય જતાં ડ્રાઇવરની પસંદગીઓ સમજવામાં મદદ કરે છે, જેના કારણે કારની અંદરનો અનુભવ વધુ વ્યક્તિગત બને છે.
PIXO માં આપવામાં આવેલી ટેક્નોલોજી રોજિંદા ડ્રાઇવિંગને વધુ સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ગૂગલ બિલ્ટ-ઇન સરળ નેવિગેશન, રિયલ-ટાઇમ રૂટ પ્લાનિંગ અને સરળ કનેક્ટિવિટી પૂરી પાડે છે, જ્યારે MyNissan એપ અને કનેક્ટેડ સર્વિસીસ ગ્રાહકોને એક જ જગ્યાએથી ચાર્જિંગ અને વાહનના વિવિધ ફંક્શન મેનેજ કરવાની સુવિધા આપે છે. ફેસ આઈડી ડ્રાઇવરને ઓળખીને તેની વ્યક્તિગત સેટિંગ્સ ઓટોમેટિકલી એક્ટિવ કરીને વધુ સરળ અનુભવ આપે છે. આ તમામ સુવિધાઓ 7 ઇંચના ડ્રાઇવર ડિસ્પ્લે અને 10 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ થાય છે. તેના સરળતાથી સમજી શકાય તેવા ગ્રાફિક્સ અને એનિમેશનની મદદથી રૂટનું આયોજન કરવા, મ્યુઝિક વગાડવા અથવા જેમિનીનો ઉપયોગ કરવો સરળ બને છે.
ચપળતા
PIXO ની કોમ્પેક્ટ સાઇઝ અને 9.9 મીટરના ટાઇટ ટર્નિંગ સર્કલને કારણે તેને શહેરના સાંકડા રસ્તાઓ પર સરળતાથી ચલાવી શકાય છે. તેની સંપૂર્ણ ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન શરૂઆતથી જ ઝડપી રિસ્પોન્સ અને એક્સીલરેશન આપે છે. તેની મહત્તમ પાવર 60 કિલોવોટ છે.
એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ પણ પહેલી જ મુસાફરીથી ડ્રાઇવિંગમાં વિશ્વાસ, સુવિધા અને નિયંત્રણ જાળવવામાં મદદ કરે છે. તેમાં ટ્રાફિકની ગતિ પ્રમાણે વાહનને રોકી અને ફરી ચલાવી શકે તેવી એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, હેન્ડ્સ-ફ્રી પાર્કિંગ અને આવી ઘણી સુવિધાઓ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે. આ ઉપરાંત, વન પેડલ ટેક્નોલોજી પણ સામેલ છે, જેના દ્વારા ડ્રાઇવર માત્ર એક્સિલરેટર પેડલનો ઉપયોગ કરીને વાહન શરૂ કરી, તેની ઝડપ વધારી, ધીમી કરી અને સંપૂર્ણપણે રોકી શકે છે. વારંવાર વાહન રોકવું અને ફરી શરૂ કરવું પડતું શહેરના ટ્રાફિકમાં આ સુવિધા ખાસ ઉપયોગી છે.
નિસાન એએમઆઈઈઓમાં પ્રોડક્ટ, બ્રાન્ડ અને માર્કેટિંગ સ્ટ્રેટેજીના વાઇસ પ્રેસિડેન્ટ ક્લિઓધના લાયન્સે જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે ઇલેક્ટ્રિક મોબિલિટીનું ભવિષ્ય વધુ ટેક્નોલોજી સાથે વધુ મોટાં વાહનો બનાવવામાં નથી, પરંતુ લોકોના જીવનમાં સહજ રીતે ફિટ થાય તેવાં વધુ સ્માર્ટ વાહનો બનાવવામાં છે. PIXO ને ખાસ કરીને યુરોપ અને ખાસ કરીને યુરોપનાં શહેરો માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં ઈવી પાસેથી ગ્રાહકોને જોઈતી તમામ સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ બિનજરૂરી જટિલતા રાખવામાં આવી નથી.
જેમ જેમ ઇંધણના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ અમે એક સરળ બાબત પર જ ધ્યાન આપી રહ્યા છીએ: ગ્રાહકોને એવા વ્યવહારુ વિકલ્પો પૂરા પાડવા, જે દરેક મુસાફરીનો ખર્ચ ઘટાડવામાં મદદ કરે. અમારી ઝડપથી વિસ્તરી રહેલી ઈવી રેન્જ હોય કે અત્યંત કાર્યક્ષમ ઈ-પાવર હાઇબ્રિડ ટેક્નોલોજી, નિસાન એવી ઇલેક્ટ્રિફાઇડ ટેક્નોલોજી પૂરી પાડી રહી છે, જે સુવિધા સાથે કોઈ સમાધાન કર્યા વિના વાહન ચલાવવાનો ખર્ચ ઘટાડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button