વ્યાપાર

અદાણી પોર્ટસએ નાણા વર્ષ ૨૦૨૭ના બીજા ત્રિમાસિકમાં એબિડટામાં ૨૩% અને આવકમાં ૨૪% વૃદ્ધિ નોંધાવી

  • અદાણી પોર્ટસએ નાણા વર્ષ ૨૦૨૭ના બીજા ત્રિમાસિકમાં એબિડટામાં ૨૩% અને આવકમાં ૨૪% વૃદ્ધિ નોંધાવી
  • ચાલુ નાણા વર્ષના આવક અને અંદાજિત એબિડટાના 
  • પ્રત્યેક લક્ષ્યાંકોમાં રુ.૧,૦૦૦ કરોડનો વધારો કર્યો.
  • અમદાવાદ : અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ગાળામાં એકીકૃત આવક ૨૪% વધીને રુ.૧૧,૩૪૦ કરોડ અને એબિડટા ૨૩% વધીને ₹૬,૮૦૭ કરોડ થઈ છે. આ મજબૂત પ્રદર્શન ભારતના સૌથી મોટા અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સંકલિત પરિવહન સંચાલક તરીકે કંપનીના રૂપાંતરણને સ્પષ્ટ કરે છે. કંપનીના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંદરો, લોજિસ્ટિક્સ અને સમુદ્રી ક્ષેત્રોમાં અનેકવિધ વિકાસના પરિબળો એકસાથે આગળ વધી રહ્યા છે.
  •  સમીક્ષા હેઠળના સમયગાળા અને નાણા વર્ષ-૨૭ના પ્રથમ અર્ધ વાર્ષિકગાળાના એકીકૃત તુલનાત્મક નાણાકીય પરિણામો મુજબ ગત વર્ષના સમાન સમયમાં રુ. ૯,૧૬૭ કરોડની આવકની તુલનાએ ચાલુ વર્ષે આવક વાર્ષિક ધોરણે ૨૪% વધીને રુ.૧૧,૩૪૦ કરોડ થઇ છે. જ્યારે ગત વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં વાર્ષિક ધોરણે રુ.૧૮,૨૯૪ કરોડની આવક ૨૧% વધીને રુ.૨૨,૧૬૧ કરોડ થઇ છે. ગત વર્ષના બીજા ત્રિમાસિકમાં હાંસલ થયેલ રુ.૫,૫૫૦ કરોડના એબિડટા સામે સમીક્ષાના સમયમાં એબિડટા ૨૩% વધીને રુ.૬,૮૦૭ કરોડ નોંધાયો છે. ગત વર્ષના પ્રથમ છ માસિકમાં રુ.૧૧,૦૪૬ કરોડના વાર્ષિક ધોરણે એબિડટા ૨૧% વધી ચાલુ વર્ષના સમાનગાળામાં રુ.૧૩,૩૪૭ કરોડ પ્રાપ્ત થયો છે. ગત નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે કર બાદનો નફો રુ.૩,૧૨૦ કરોડ હતો જેની સામે ચાલુ વર્ષના સમાન ગાળામાં ૧૮% વધી રુ.૩,૬૮૨ કરોડ થયો છે. જયારે ગત વર્ષના પ્રથમ છ માસિકમાં કર બાદનો નફો રુ.૬,૪૩૧ કરોડ તે ચાલુ નાણા વર્ષના પ્રથમ છ માસિકમાં ૧૪% વધી રુ.૭,૩૩૨ કરોડ થયો છે.
  • અદાણી પોર્ટસના પૂર્ણકાલીન ડિરેક્ટર અને સી.ઈ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે “અદાણી પોર્ટસ અને સેઝની નાણાકીય સમજ અને અમલ કરવાની ક્ષમતા અને રોકડ પ્રવાહના સંકલનના કારણે અમે સક્ષમ થઇ આગળ વધી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક બંદરો અમારી કમાણીને મજબૂત બનાવી રહ્યા છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બંદરો, લોજિસ્ટિક્સ અને મરીન શક્તિશાળી વૃદ્ધિ એન્જિન તરીકે ઉભરી રહ્યા છે ત્યારે અમે આવક, એબિડટા અને મૂડીખર્ચમાં નાણા વર્ષ-૨૭ના અમારા અંદાજોને અપગ્રેડ કરી રહ્યા છીએ.
  • અમે છેલ્લા બે વર્ષમાં અમારો કેપેક્ષ રુ.૩૦,૩૪૬ કરોડ રહ્યો છે, જેમાં પ્રથમ છ માસિકમાં આયોજન કરતાં વધુ રોકાણો સામેલ છે, જ્યારે ચોખ્ખાં દેવાથી-એબિડટા માત્ર ૧.૮ ગણો જાળવી રાખ્યો છે, જે અમારા વ્યવસાય મોડેલ અને મૂડી શિસ્તની મજબૂતાઈ દર્શાવે છે.” એમ તેમણે જણાવ્યું હતું.
  •  નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે આવક, એબિડટા અને મૂડી ખર્ચ (capex) અંગેના અનુમાનોમાં પ્રથમ છ મહિનાના મજબૂત પ્રદર્શનને પગલે વધારો કરવામાં આવ્યો છે. તદનુસાર અદાણી પોર્ટસએ ચાલુ વર્ષ માટેના તેના આવક અને એબિડટા ના પ્રત્યેક અનુમાનોમાં રુ.૧,૦૦૦ કરોડનો વધારો કર્યો છે. તે સાથે આવકનું અનુમાન રુ.૪૪,૦૦૦થી રુ.૪૬,૦૦૦ કરોડ અને એબિડટાનું અનુમાન રુ.૨૬,૦૦૦થી રુ.૨૭,૦૦૦ કરોડ કરવામાં આવ્યું છે. ઉપરાંત કંપની તેના નાણાકીય વર્ષ ૨૦૩૧ના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે રોકાણ કાર્યક્રમને પણ વેગ આપી રહી છે. આ લક્ષ્યાંકોમાં રુ.૯૧,૫૦૦ કરોડની આવક અને રુ.૫૨,૦૦૦ કરોડના એબિડટા નો સમાવેશ થાય છે, જે ગત નાણાકીય વર્ષ ૨૦૨૬ના સ્તર કરતાં અનુક્રમે ૨.૪ ગણા અને ૨.૩ ગણા છે. પરિણામે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૭ માટેના મૂડી ખર્ચના અનુમાનમાં રુ.૩,૦૦૦ કરોડનો વધારો કરીને તેને રુ.૧૫,૦૦૦થી રુ.૧૭,૦૦૦ કરોડ કરવામાં આવ્યો છે, જે કંપનીની વિવિધ વિકાસલક્ષી પહેલોમાં રોકાણની વધતી ગતિને દર્શાવે છે. અહેવાલના ગાળામાં ઘરેલું બંદરોની આવકમાં ૧૩%નો વધારો થયો છે અને એબિડટા માર્જિન મજબૂત રીતે ૭૨.૫% રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બંદરોની આવકમાં ૭૧%નો વધારો થયો છે, જ્યારે એબિડટામાં ૩.૪ ગણો વધારો નોંધાયો છે અને એબિડટા માર્જિન વિક્રમી ૪૭.૭% પર પહોંચ્યો છે. બંદરથી ગ્રાહકના દરવાજા સુધીના નેટવર્કનો વ્યાપ વધારવાના કારણે લોજિસ્ટિક્સની આવક ૨૧% વધી છે. વૈશ્વિક સ્તરે જહાજોના કાફલામાં વિસ્તરણ અને સમુદ્રની અંદરની સેવાઓમાં પ્રવેશને કારણે મરીન વ્યવસાયની આવકમાં વાર્ષિક ધોરણે ૫૭%નો વધારો થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button