ગુજરાત

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ સાધલી શાખા દ્વારા અકસ્માત વીમા યોજના નો રૂપિયા 1 લાખનો ચેક  અર્પણ 

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ સાધલી શાખા દ્વારા અકસ્માત વીમા યોજના નો રૂપિયા 1 લાખનો ચેક  અર્પણ 
ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, વડોદરા દ્વારા જિલ્લામાં 44 શાખાઓ કાર્યરત કરેલ છે અને દર વર્ષે રેકોર્ડ બ્રેક નફો કરી રહી છે, તથા સભાસદો અને મંડળીઓને સરકારી સહાય ઉપરાંત મળવાપાત્ર તમામ લાભો આપી રહી છે.
તાજેતરમાં ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લી ની સાધલી શાખા દ્વારા બેંક સાથે સંલગ્ન ધી વેમાર વી. કા સહકારી મંડળી લી ના ખેડૂત સભાસદ પાર્થ જયંતીભાઈ પટેલ કે જેઓનું અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થતાં તેમના વૃદ્ધ માતા પિતા તથા તેમના પરિવાર પર આવેલ આફત સામે બેંક તેના પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ બને તે હેતુથી બેંક ની જ્યોતિર્ગમય અકસ્માત વીમા યોજના હેઠળ રૂપિયા 1,00,000/- ની વીમા રાશીનો ચેક રૂબરૂ તેમના ઘરે જઈને તેમના પરિવારને લાભ આપવામાં આવેલ છે. સદર યોજના હેઠળ બેંક KCC ધિરાણ લેતા ખેડૂત સભાસદોને નિઃશુલ્ક વીમો આપવામાં આવે છે. આની જાણ વિવિધ કાર્યકારી સેવા મંડળીઓને થતાં બેંકની આ કામગીરીથી આનંદ અનુભવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button