ગુજરાત

સાધલી કોલેજના પ્રોફેસર કે. એલ. વાળાનો વય નિવૃત્તી વિદાય સમારંભ યોજાયો 

  • સાધલી કોલેજના પ્રોફેસર કે. એલ. વાળાનો વય નિવૃત્તી વિદાય સમારંભ યોજાયો 
  •   30 વર્ષની સતત સર્વિસ પછી વાળા સાહેબ વયનિવૃત્ત થતાં વિદાય સમારંભમાં ભાવવિભોર દ્રશ્યો દેખાયા
  •       શિનોર તાલુકામાં સાધલી મુકામે આવેલી શ્રી કેળવણી મંડળ સંચાલિત એસ સી એ પટેલ આર્ટ્સ કોલેજ સાધલીના ગુજરાતી વિષયના અધ્યક્ષ પ્રો. કે એલ વાળા નો ભવ્ય વિદાય સમારંભ શ્રી કેળવણી મંડળ સાધલી અને એસ સી એ પટેલ આર્ટસ કોલેજ, સાધલી પરિવાર દ્વારા કોલેજના સેમિનાર હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી કેળવણી મંડળના પ્રમુખ જશભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ, કારોબારી સભ્ય હસમુખ પટેલ, ભારત વિદ્યાલય, સાધલીનો સ્ટાફ પરિવાર અને સાધલી કોલેજના સ્ટાફ પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ કોલેજના આચાર્ય ડૉ. એ. વી. દવે એ ઉપસ્થિત મહેમાનો, મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત થયું હતું. કોલેજના આચાર્યે વિદાય લઈ રહેલા પ્રો. કે. એલ. વાળાનું શ્રીફળ અને સાકર આપી સન્માન કર્યું હતું. કોલેજની વિદ્યાર્થીની પટેલ મેષાએ કુમકુમ તિલક કરી પ્રો. કે એલ વાળા નું સન્માન કર્યું હતું. શ્રી કેળવણી મંડળ સાધલીના પ્રમુખ અને મંત્રીએ પ્રો. કે એલ વાળાનું સાલ ઓઢાડી અને બુકે દ્વારા સન્માન કર્યું હતું. ગુજરાતી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. આઈ. એ. આખલીએ વિભાગ તરફથી પ્રો. કે એલ વાળાનું સાલ ઓઢાડી અને બુકે દ્વારા સન્માન કર્યું હતું. પ્રમુખ તથા મંત્રી દ્વારા પ્રોફેસર વાળા સાહેબના ધર્મ પત્ની સહિત ફેમિલી સાથે સૌનું બુકે આપી બહુમાન કર્યું આ પ્રસંગે કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ તેમજ ભારત વિદ્યાલય સાધલીના સ્ટાફ મિત્રોએ પણ સાલ અને બુકે દ્વારા પ્રો. કે એલ વાળાનું સન્માન કર્યું હતું. કોલેજના સ્ટાફ પરિવાર દ્વારા પ્રો. કે એલ વાળાને સન્માન પત્ર અને સ્મૃતિ ચિન્હ રૂપે ભેટ આપવામાં આવી હતી. ડૉ. આઈ. એ. આખલીએ સન્માનપત્ર નું વાંચન કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય ડૉ. એ. વી. દવે, ડૉ. આઈ. એ. આખલી, ડૉ. એચ. જી. દવે, ડૉ. બી. કે. પટેલ અને ભારત વિદ્યાલય, સાધલીના આચાર્ય અશ્વિનભાઈ ગોહિલે કે. એલ. વાળાની ત્રણ દાયકાની અધ્યાપકીય સેવાઓને બિરદાવી તેની સરાહના કરી હતી. પોતાના પ્રતિભાવમાં પ્રો. કે એલ વાળાએ પોતાની 30 વર્ષની નોકરીમાં સંપૂર્ણ સહયોગ આપવા બદલ શ્રી કેળવણી મંડળનો અને કોલેજ સ્ટાફ પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો. ડૉ. વી.એન. પટેલે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે સમૂહગીતનું ગાન થયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. આઈ. એ. આખલીએ કર્યું હતું. આ સાથે કોલેજમાંથી કુલ ચાર વ્યક્તિઓ નિવૃત્ત / બદલી થયા અને સામે માત્ર એક વ્યક્તિ હાજર થયેલ છે. ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ આ બાબતે પણ કંઈક નક્કર કાર્યવાહી કરે અને શિક્ષણનો વ્યાપ વધારે એ જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button