અદાણી સિમેન્ટ દ્વારા ક્લિંકર અને સિમેન્ટના પરિવહન માટે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિક ટ્રકોને લીલી ઝંડી અપાઇ

અમદાવાદ : બાંધકામ સામગ્રી ઉકેલો પૂરા પાડતી ભારતની અગ્રણી અને અદાણીની કંપની અદાણી સિમેન્ટે ગુજરાતમાં તેના સાંઘી પ્લાન્ટ ખાતે હેવી-ડ્યુટી ઇલેક્ટ્રિકથી સંચાલિત ટ્રક્સને લીલી ઝંડી આપી છે.. અદાણી સિમેન્ટ દ્વારા પ્રથમવાર વીજળીથી ચાલતા ટ્રકને તહેનાત કરવામાં આવ્યો છે. કંપનીની ટકાઉપણું અને ગ્રીન લોજિસ્ટિક્સની દિશામાં આ તૈનાતી એક નિર્ણાયક સીમાચિહ્ન છે.
પ્રથમ તબક્કાની સિમેન્ટ અને ક્લિંકરની હેરફેરની યોજના અનુસાર અદાણી સિમેન્ટ માર્ચ ૨૦૨૭ સુધીમાં ૪૧૦ ઈલેક્ટ્રિક ટ્રક કાર્યરત કરશે અને ૨૦૩૦ સુધીમાં ૨૦૦૦થી વધુ ઈલેક્ટ્રિક ટ્રક તૈનાત કરી રસ્તા માર્ગે થતા પરિવહનમાં ૧૦% હિસ્સો ઈલેક્ટ્રિક ટ્રક દ્વારા પૂરો કરવાનું કંપનીનું લક્ષ્ય છે.
અદાણી સમૂહના સિમેન્ટ વ્યવસાયના સી.ઇ.ઓ શ્રી વિનોદ બાહેટીએ જણાવ્યું હતું કે “સાંઘી ખાતે આ તૈનાતી માત્ર શરૂઆત છે. અમે ક્લિંકર અને સિમેન્ટના વીજળી આધારિત પરિવહન માટે ભારતભરમાં અનેક રૂટ અલગ તારવી લીધા છે. તેમણે કહ્યું હતું કે અમે જે પણ ટ્રકનું વીજળીકરણ કરીએ છીએ તે કાર્બન ઉત્સર્જનને ઘટાડવા સાથે ડીઝલના અસ્થિર ભાવની સ્થિતિમાં આપણા લોજિસ્ટિક્સ ખર્ચને બચાવે છે. આ ટકાઉપણાનો લાભ પ્રજા અને કંપનીના હિસાબી સરવૈયાને લાભકારી બને છે.
તેમણે કહયું હતું કે ભારતના ભવિષ્યને સુરક્ષિત કરી ભારતના વિકાસમાં સહભાગી બનવા માટે એક હરિત અને વધુ સ્પર્ધાત્મક સિમેન્ટ કંપની બનાવવા કંપની પ્રતિબદ્ધ છે.
દેશના સિમેન્ટ ક્ષેત્રમાં હેવી-ડ્યુટી EV ટ્રકના ઉપયોગનો આર્થિક કિસ્સો હવે માળખાકીય નિર્ણાયક વળાંક પર પહોંચ્યો છે. છેલ્લા દાયકામાં, ડીઝલના ભાવમાં ૬૦%નો વધારો થયો છે, તો લિથિયમ-આયર્ન બેટરી પેકના ખર્ચમાં આશરે ૭૦% અને સૌર ટેરિફમાં ૪૭%નો ઘટાડો થયો છે.
ડીઝલ ટ્રક પ્રતિ કિમી આશરે ૦.૭૩૭૫ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન કરે છે પરંતુ નવીનીકરણીય ઉર્જા દ્વારા આ ટ્રકો ચાલે ત્યારે આ માલવાહક EV ટ્રક ઉત્સર્જનને ૧૦૦% સુધી દૂર કરી શકે છે, જે લોજિસ્ટિક્સ ઇલેક્ટ્રિફિકેશનને સ્કોપ 3 ડીકાર્બોનાઇઝેશન માટે એક શક્તિશાળી લીવર બનાવે છે. અદાણી સિમેન્ટનો ૪૧૦-ટ્રકોનો કાફલો વાર્ષિક ૨૫,૦૦૦ ટનથી વધુ કાર્બન ઘટાડશે તેવો અંદાજ છે, જે દર વર્ષે ૧૧ મિલિયન લિટર ડીઝલનો વપરાશ ટાળશે. વધારાના રૂટ અને પ્લાન્ટમાં વિસ્તરણ કરવાની અદાણી સિમેન્ટની યોજના છે.
નોંધનીય છે કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સિમેન્ટ ઉત્પાદક દેશ છે ત્યારે તેની વિરાટ પુરવઠાની કડીમાં ચૂનાના પથ્થર, ક્લિંકર અને ફિનિશ્ડ સિમેન્ટની હેરફેર આ ક્ષેત્રની કામગીરીનો એક આવશ્યક ભાગ છે, સાથે તે કાર્બન-ઓક્તો પણ ભાગ છે. તે સંદર્ભમાં અદાણી સિમેન્ટનો ઇલેક્ટ્રિક વાહનોના કાફલાની તહેનાતી આ પડકારોના ખર્ચ અને આબોહવા બંને પરિમાણોને સીધી રીતે પ્રભાવશાળી અસર કરે છે.



