ગુજરાત

સાધલી વોર્ડ નંબર 12ના એક મતદારના અલગ અનુક્રમ નંબર અને અલગ ચૂંટણી કાર્ડ નંબર પર ત્રણ વખત નામો

ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ભૂલો કરનાર સામે પગલાં લેવાની માંગ

✍🏻હસમુખ પટેલ સાધલી.

રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય મતદાર યાદી 2026 મુજબ ગુજરાત વિધાનસભા 147 કરજણ મતદાર વિભાગની સને 2026 ની સાલની શિનોર તાલુકાના સાધલી ગામની મતદાર યાદી ઉપરથી તૈયાર કરેલ સાઘલી ગ્રામ પંચાયતની મતદાર યાદી સને 2026 ની પ્રાથમિક પ્રસિદ્ધિ નિર્દિષ્ટ સત્તાધિકારી સાધલી ગ્રામ પંચાયત અને મામલતદાર શિનોર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
જેમાં જણાવેલ છે કે આ મતદાર યાદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જ માન્ય છે, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ માટેની મતદાર યાદીઓ અલગ છે અને તે ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે જેથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પહેલા મતદાર યાદીમાં તમારું નામ ચકાસી લેવા વિનંતી કરેલ છે.
ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ ,અધિકારીઓની ચૂંટણી બાબતે, મતદાર યાદીઓ બાબતે કોઈ બાંધછોડ ના થાય તે જોવાની ફરજ છે.
સેગલી ગ્રામ પંચાયતની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી ના વોર્ડ નંબર ચારમાં અનુક્રમ નંબર 88 અને 90 નંબર ઉપર એક જ મતદાર ફરીદાબેન નકુમ નું નામ બે વાર આવેલ છે. અને ચૂંટણી નંબર પણ અલગ અલગ છે તેવી જ રીતના વોર્ડ નંબર 12 માં મતદાર મોહમ્મદ સુનૈન સૈયદનું નામ અનુક્રમ નંબર 385 ,388 અને 391 ઉપર ત્રણ વાર આવેલ છે અને તેનો ચૂંટણી કાર્ડ નંબર પણ અલગ અલગ છે , ઘણા મતદારોના ફક્ત નામો છે તેની સામે ફોટા નથી. આમ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ઘણા જ છબરડા ચૂંટણી કામગીરી કરતા અધિકારીઓ દ્વારા થયેલા બહાર આવેલા છે, આમ ચૂંટણી કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવેલ છે. ઘણા મતદારોએ નામ કમી કરાવ્યા હોવા છતાં તેઓના નામો આ મતદાર યાદીમાં જોવા મળ્યા છે. તથા વોર્ડ નંબર 11 માં મૃત્યુ પામેલા મતદારોના નામો પણ આ યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, આમ મતદાર યાદી જાહેર કરતાં પહેલા તંત્ર દ્વારા ભલે એસઆઈઆર ની પ્રક્રિયા થઈ હોય પરંતુ તેમાં ઘણા ભારે છબરડાઓ બહાર આવેલા છે. આવા છબડાઓ માટે જવાબદાર કોણ ?????

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button