ગુજરાત

દિવાળી પહેલાં સુરતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ

દિવાળી પહેલાં સુરતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ
૧૬ વેપારીઓને ત્યાં ચેકિંગ, ૩૧ સેમ્પલ લેવાયા; ૩૮૮ કિલો પનીરનો જથ્થો સીઝ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્યચીજોના વેચાણમાં ભેળસેળ ન થાય તે માટે સુરત મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ૩ નવેમ્બરનાં રોજ ફૂડ સેફટી અધિકારીઓ દ્વારા શહેરની કુલ १६ સંસ્થાઓમાં સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ લાખની દરમિયાન કુલ ૩૧ ખાદ્યપદાર્થોના નમૂના લઈને પૃથક્કરણ માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નમૂનાઓનાં અહેવાલ આવ્યા બાદ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ તથા તેના નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શ્રીમહેશ્વરી કન્ફેક્શનર્સ (ટર્નિંગ પોઈન્ટ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સુરત), કૈલાશ રેસ્ટોરન્ટ (દુકાન નં. ૧ અને ૨, શ્રીનાથજી ચોક, ટીમલિયાવાડ, નાનપુરા, સુરત), અતુલ્ય ડેરી ફૂટ્સ (દુકાન નં. ૫, ગ્રીન હાઉસ કોમ્પ્લેક્સ, લજામણી ચોક, મોટા વરાછા, સુરત), રસમાધુરી સ્વીટ એન્ડ સ્નેક્સ (દુકાન નં. ૪, ગ્રીન હાઉસ કોમ્પ્લેક્સ, લજામણી ચોક, મોટા વરાછા, सुरत), રસસાગર સ્વીટ્સ હાઉસ (દુકાન નં. ૮ અને ૯, જીએફ સાગર શોપિંગ સેન્ટર, સહારા દરવાજા, રિંગ રોડ, સુરત), મુદિતાની મીઠાઈ (૨/૪૩૫-૨, મહેક એપાર્ટમેન્ટ, નાનપુરા, સુરત), રસસાગર સ્વીટ હાઉસ (ભગવતી આશિષ એપાર્ટમેન્ટ, સિટીલાઈટ, સુરત), શિવશક્તિ સ્વીટ એન્ડ સ્નેક્સ (બી-૧૧૭, ગોપી માર્કેટ, રિંગરોડ, સુરત), શિવશક્તિ સ્વીટ એન્ડ સ્નેક્સ (ઘોડદોડ રોડ, સુરત), અવધ ડેરી અને સ્વીટ્સ (ગોડાઉન નં. ૯, રોયલ પ્લાઝા શોપિંગ કમ્પાઉન્ડ, પટેલ પાર્ક સામે, બાપા સીતારામ ચોક, સીમાડા, સુરત), છબીલોગ ફૂડ્સ (પ્લોટ નં. ૫૮થી ૬૦, સારથી રો હાઉસ, દુકાન નં. ૧થી ૩, માતૃકૃપા કોમ્પ્લેક્સ, નાના વરાછા, સુરત), હરિયાણા સ્વીટ્સ (રિંગ રોડ, સુરત), આગમ સ્વીટ્સ (શુભલક્ષ્મી શોપિંગ સેન્ટર, સિટીલાઈટ રોડ, સુરત), મિસ્ટીઓ (દુકાન નં. ૮-૫૧, ગ્રાઉન્ડ ફ્લોર, ચેટલાઈટ શોપર્સ, અભિષેક એપાર્ટમેન્ટની સામે, વેસુ, સુરત), આગમ સ્વીટ્સ એન્ડ નમકીન (ભટાર રોડ, સુરત), મહેશ્વરી કન્ફેક્શનર્સ (ટીમલિયાવાડ, નાનપુરા, સુરત)માંથી સેમ્પલો લેવામાં આવ્યા છે. બીજી તરફ, ૨ નવેમ્બરના રોજ ફૂડ વિભાગની ટીમે ગાંધીનગરની સ્ટાફ ટીમ સાથે સંયુક્ત રીતે અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ (૮-૬૦, એશિયાડ ઈન્ડસ્ટ્રિયલ, ન્યૂ બમરોલી રોડ, સીએનજી પંપ પાસે, તિરુપતિ સર્કલ, સુરત) ખાતે તપાસ કરી હતી. અહીંથી લોટ ફેંટ ફી પનીરનો નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. સાથે જ સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રૂ.૧,૧૧,૪૪૦ની કિંમતનો અંદાજે ૩૮૮ કિલો લોટ ફેટ ફ્રી પનીરનો જથ્થો જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button