ગુજરાત

એસપીબીના વિદ્યાર્થીઓ જોડાયા “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત @2047” અભિયાનમાં

એસપીબીના વિદ્યાર્થીઓ જોડાયા “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત @2047” અભિયાનમાં

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ તા. 2 ઓગસ્ટ, 2026ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના નર્મદ ભવન ખાતે આયોજિત “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત @ 2047” અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કોલેજના કુલ 20 જેટલા એનએસએસ સ્વયંસેવક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમ દરમિયાન ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના યુવાનોને સંબોધિત કરવામાં આવેલા “નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત @2047” સંકલ્પ અભિયાનના જીવંત સંબોધનનું પ્રસારણ નિહાળવામાં આવ્યું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીશ્રીએ યુવાનોને નશામુક્ત જીવનશૈલી અપનાવવા, સમાજમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવા તથા વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ અભિયાન દેશવ્યાપી જનભાગીદારી દ્વારા નશામુક્ત ભારતના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

આ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આદરણીય ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ આદરણીય ડૉ. રમેશદાન ગઢવી તથા યુનિવર્સિટીના એનએસએસ કોઓર્ડિનેટર શ્રી તુષારભાઈ જાલોધરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓએ નશામુક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક પસ્તાગીયા અને ડૉ. ચિંતલબેન મોઢના સંકલનમાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button