ગુજરાત

કેન્સર વોરિયર્સ માટે ગરબાનું આયોજન

કેન્સર વોરિયર્સ માટે ગરબાનું આયોજન
સુરત : નવરાત્રીના પાવન અવસર પર સાંચી હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા કેન્સર વોરિયર્સ, તબીબો વગેરે માટે શુક્રવારે વેસુ-કેનાલ રોડ સ્થિત શાંતમ હોલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના ડાયરેક્ટર પૂનમ પારાશર, જેઓ પોતે પણ કેન્સર વોરિયર છે, તેમણે જણાવ્યું કે કેન્સરના દર્દીઓ અને તેમના તબીબો માટે આ ગરબાનું આયોજન કરાયું હતું. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રૂપ દ્વારા આખું વર્ષ કેન્સર વોરિયર્સ માટે ફ્રી ચેકઅપ કેમ્પ, વર્કશોપ અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે, જેથી મહિલાઓમાં સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) પ્રત્યે જાગૃતિ વધે.
કાર્યક્રમમાં લાઇફસ્ટાઇલ એક્સપર્ટ ડૉ. મુકેશ પારાશરે બર્થડે ગીત ગાઈને કેન્સર વોરિયર્સને સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આશિષ જૈન, વિનોદ અગ્રવાલ તથા નિર્ણાયક (જજ) તરીકે પ્રતિમા દેવનાની, મિલી બૈદ અને શિલ્પી સાધ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મંચ સંચાલન કુશ જૈને કર્યું હતું. આયોજન દરમિયાન વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button