ગુજરાત

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ,સુરત દ્વારા વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ,સુરત દ્વારા વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન
સમાજના 1500 થી વધુ પરિવાર સાથે લોકો જોડાશે
‎‎શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા આ વર્ષે ભવ્ય વિજયાદશમી મહોત્સવનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી ભવ્ય આયોજન સાથે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ વિજયા દશમી મહોત્સવ 2026ના ભવ્ય આયોજન માટે વિશેષ મિટિંગ યોજાઈ હતી.જેમાં સુરતના તમામ જુદી જુદી બ્રહ્મા સમાજની 46 જેટલા પેટા જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને કઈ રીતે સફળ બનાવી શકાય તે માટેનું આયોજન કર્યું હતું. જેમાં આ વખતે સમગ્ર સુરત શહેરમાંથી 1500 થી વધુ બ્રહ્મ સમાજના લોકો વિજયાદશમી મહોત્સવ 2026 કાર્યક્રમમાં જોડાય તે તે પ્રકારનું આયોજન કરાયું હતું.
‎‎સુરતમાં છેલ્લા ચાર વર્ષથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સુરતમાં વસતા તમામ જુદા જુદા પેટા બ્રાહ્મણ જ્ઞાતિઓના લોકો એક મંચ પર ભેગા થઈ શકે તે માટે વિજયા દશમી મહોત્સવ દશેરા પર્વને દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ વિજયાદશમી મહોત્સવ 2026 ને ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે માટે સુરતમાં વસતા તમામ જુદી જુદી બ્રહ્મ સમાજ પેટા જ્ઞાતિઓના આગેવાનો સાથે વિશેષ મીટીંગ કરવામાં આવી હતી. જેમાં આવનાર 20 ઓક્ટોબરને મંગળવારના રોજ દશેરા પર્વ પર વિજયા દશમી મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવાનો નક્કી કરવામાં આવ્યું હતું..
‎‎વિજયાદશની મહોત્સવ 2026 ના કાર્યક્રમ ને લઈ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપ-પ્રમુખ બીપીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત એકમ દ્વારા ચાર વર્ષથી ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે. આ વર્ષે પાંચમાં વર્ષેની ઉજવણીનું ગત વર્ષ કરતાં પણ વધુ ભવ્ય રીતે કરવાનું આયોજન કરાયું છે. જે માટે શહેરમાં વસતા જુદા જુદા બ્રહ્મ સમાજની 46 જેટલી પેટા જ્ઞાતિના આગેવાનો સાથે ખાસ મીટીંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં આવનાર 20 ઓક્ટોબરને મંગળવારે દશેરાના શુભ દિવસે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણીની નાનામાં નાની માહિતી સાથેનું ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શમીના છોડનું પુજન, શસ્ત્ર પૂજન, શાસ્ત્ર પૂજન અને ભવ્ય ગરબા સાથે ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવાનું નક્કી કર્યુ હતું.
‎‎વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ એસએમસી કોમ્યુનિટી પાર્ટી પ્લોટ ખાતે સાંજે 5 કલાકથી 11 વાગ્યા સુધી ઉજવણી કરવાનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમમાં સુરતમાં વસતા 1,500 થી વધુ બ્રહ્મસમાજના લોકો પરિવાર સાથે જોડાશે તે પ્રકારની કામગીરી અગાઉથી નક્કી કરાઈ છે.ગત વર્ષે 1000 થી 1200 લોકો જોડાયા હતા.વિજયાદશમી ઉત્સવમાં સુરતમાં વસતા કોઈપણ બ્રહ્મસમાજના લોકો પરિવાર સાથે આ કાર્યક્રમનો લાભ મેળવી શકે છે. ત્યારે આ વર્ષે યોજાનાર વિજયાદશમી મહોત્સવ કાર્યક્રમમાં સુરતના સામાજિક આગેવાનો, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, સરકારી અમલદારો અને રાજકીય આગેવાનો પણ જોડાશે.
00000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button