ગુજરાત

શિનોર તાલુકાના અંબાલી તથા આનંદી ગામે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરતા ધારાસભ્ય અક્ષય પટેલ

✍🏻 હસમુખ પટેલ સાધલી
શિનોર તાલુકામાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત સીડીપી- 5 યોજના હેઠળ આનંદી તથા અંબાલી ગામે નવીન પંચાયત ઘર નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
તારીખ 25 નવેમ્બર 2026 ને બુધવારના રોજ ધારાસભ્ય અક્ષય પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન રોહિત, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ ,જિલ્લા ભાજપ સહકારીતા સેલના સહ કન્વીનર વિકાસ પટેલ (બીથલી) દ્વારા સૌ પ્રથમ અંબાલી ગામે મહિલા સરપંચ શીતલબેન મિહીરભાઈ પટેલ અને ગ્રામજનોની હાજરીમાં નવીન ગ્રામ પંચાયત ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. અને ત્યારબાદ આ સમગ્ર ટીમ આનંદી ગામે પહોંચી હતી જ્યાં પંચાયત અને જેન જીના યુવાનો દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ નું ગુલાબના ફૂલોથી બનાવેલ વિશાળ પુષ્પ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આનંદી મુકામે સજાવેલા વિશાળ શમિયાણામાં ગ્રામ પંચાયત સરપંચ અનસુયાબેન પરમાર ઉપસરપંચ નીલમબેન હિનેશ પટેલ તાલુકા સદસ્ય હેતલબેન ચિરાગ પટેલ તથા પંચાયત સદસ્યો અને ગ્રામજનોની હાજરીમાં ધારાસભ્ય અક્ષય પટેલ ,તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન રોહિત, ઉપપ્રમુખ પ્રિતેશ પટેલ ,ભાજપ પ્રમુખ સંકેત પટેલ, વિકાસ પટેલ, અને ગ્રામજનોની હાજરીમાં નવીન ગ્રામ પંચાયત ઘરનું રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી ગ્રામ વિકાસ અને જન સુવિધાઓ વધુ અને સારી રીતે ગ્રામજનોને ઉપલબ્ધ થશે. ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા આનંદી ગામે અનેકવિધ વિકાસ કામોની ગ્રાન્ટો આપીને ગામના વિકાસને વેગ આપેલ છે, એમ તાલુકા પંચાયત સદસ્યા પતિ ચિરાયુભાઈ પટેલે જણાવ્યું હતું. ગામના યુવાનો ધારાસભ્ય અક્ષય પટેલની આનંદી ગામ પ્રત્યે ની લાગણી જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button