ગુજરાત

બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ બુદ્ધ વિહારમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરાયું

સુભાષ પી. ઝાડેના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના જનપ્રતિનિધિઓ, હોદ્દેદારો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો
સુરત, 25 નવેમ્બર। બંધારણ દિવસના ઉપક્રમે લિંબાયતના નીલગીરી સર્કલ સ્થિત વિશ્વ શાંતિદૂત મહાબોધિ બુદ્ધ વિહાર, શાંતિનગર ખાતે સ્વચ્છતા અભિયાન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 26, ગોડાદરા-ડીંડોલી (ઉત્તર)ના કોર્પોરેટર તથા પૂર્વ ડેપ્યુટી મેયર ડૉ. નરેન્દ્ર પાટીલ અને સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ, તબીબી રાહત અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ અલકાબેન પાટીલ સહિત વિવિધ વોર્ડના કોર્પોરેટરો, હોદ્દેદારો, રાજકીય કાર્યકરો તથા મહિલા સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને કાર્યકરોએ પરમ પૂજ્ય ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફસફાઈ કરી હતી. ત્યારબાદ પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને ભાવપૂર્વક વંદન કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બરના બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના વિચારો, સામાજિક સમાનતા, સ્વચ્છતા અને પરસ્પર ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button