રાજનીતિ

સુરત મહાનગર ભાજપ દ્વારા ૨૬ નવેમ્બર સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

શહેરના તમામે તમામ ૩૦ વોર્ડમાં સંવિધાન ગૌરવ દિવસ યાત્રાઓ બેનર પ્લેકાર્ડ સાથે યોજાઈ

ભાજપ ના સંગઠન ના અધ્યક્ષ , શહેર સંગઠન ના સભ્યો તેમજ ભાજપના પ્રદેશ સંગઠનના સભ્યો, સાંસદ, ધારાસભ્યો, શહેર સંગઠન ના સદસ્યો કોર્પોરેટરો, હોદ્દેદારો અને અન્ય મોરચાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા
✍🏻 (મહેન્દ્રભાઈ સોની દ્વારા) સુરત
ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા ભારતના બંધારણના ગૌરવ એવા બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ના અમૂલ્ય યોગદાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી તા. ૨૬ નવેમ્બર, ના રોજ સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુરત શહેરના વિવિધ વોર્ડ અને વિસ્તારોમાં સંવિધાન ગૌરવ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી આ યાત્રાઓમાં ભાજપના પ્રદેશ સંગઠનના સભ્યો, સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશભાઈ પટેલ, મહામંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, વોર્ડના મહામંત્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
ત્યારે શહેર ના તમામ વિસ્તારો ના ધારાસભ્યો એ પોતપોતાના વિસ્તાર ની સંવિધાન ગૌરવ દિવસ ની યાત્રા માં ભાગ લીધો હતો
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ દ્રારા બંધારણ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલો ની માળા પહેરાવી સંવિધાન ગૌરવ દિવસ યાત્રા ની શરૂઆત વોર્ડ નં. ૨૩ માં સાંજે ૪:૩૦ કલાકે કરી હતી જેમાં વોર્ડ નંબર ૨૩ માં શહેર ભાજપા સંગઠન ના અધ્યક્ષ પરેશભાઈ પટેલ શહેર મહામંત્રી દુર્ગા પ્રસાદ પાંડે એ ડૉ બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલો ની માળાઓ પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી.
બંધારણ ગૌરવ દિવસ ની યાત્રા નારા સાથે કાઢવામાં આવી હતી આ યાત્રા માં વિસ્તાર ના કોર્પોરેટરો વોર્ડ પ્રમુખો અને મહામંત્રી ઓ સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેઓ ઉધના મઢીની ખમણી ચાર રસ્તાથી ઉધના ઝોન સુધી યોજાયેલી સંવિધાન ગૌરવ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા માં ખુબજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને ડૉ બાબાસાહેબ આંબેડકરજી ના નારા લગાવી જયઘોષ ના નાદ સાથે તેમજ ડીજે ના તાલે ખુબજ ઉત્સાહ સાથે યાત્રા નીકળી હતી અને આ યાત્રા પર લોકો એ ઠેર ઠેર પુષ્પો ની વર્ષા કરી આરતી ઉતારી યાત્રા ની વધામણી કરી હતી જ્યારે ભાજપ ના શહેર સંગઠન ના અધ્યક્ષ પરેશભાઈ પટેલ મહામંત્રી દુર્ગા પ્રસાદ પાંડે, અને ભાજપ શહેર સંગઠન ના પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ એ વોર્ડ નંબર 24 માં પણ બંધારણ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલો ની માળાઓ પહેરાવી વંદન કરી યાત્રા માં જોડાયા હતા.
આ યાત્રા માં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા આ સમગ્ર યાત્રા ના રૂટ માં વિવિધ તોરણો અને ભાજપ ના ઝંડાઓ પણ બાંધવા માં આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર ૪ માં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરીયા અને કોર્પોરેટરો અને કાર્યકર્તા ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા વોર્ડ નંબર 2 માં શહેર મહામંત્રી કરસનભાઈ ગોંડલીયા કોર્પોરેટરો વોર્ડ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા વોર્ડ નંબર 13 માં શહેર મહામંત્રી વિરલભાઈ ગીલીટ વાલા કૉર્પોરેટરો વોર્ડ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા અને સંગઠના હોદ્દેદારોની ઉપસ્થિતિ માં ડૉ બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક વંદન કરી યાત્રા શરૂ કરવામાં આવી હતી.સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત યોજાયેલી આ યાત્રાઓમાં ભારતીય બંધારણના મૂલ્યો, લોકશાહી પરંપરા, સમાનતા, ન્યાય, બંધુત્વ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ના રાષ્ટ્રનિર્માણ અને બંધારણ ઘડતરમાં રહેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરી તેમના દ્રારા સવિધાન માં યોગદાન બદલ તેમને શહેર ના તમામે તમામ વોર્ડ માં માલ્યાર્પણ કરી સંવિધાન ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી.
સુરત મહાનગર ભાજપ દ્વારા આયોજિત આ સંવિધાન ગૌરવ યાત્રાઓના માધ્યમથી બંધારણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા તેમજ લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button