વ્યાપાર

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ગિફ્ટ સિટીમાં કામગીરીનું વિસ્તરણ કરીને ભારત પ્રત્યે પોતાની કટિબદ્ધતા વધારી

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ગિફ્ટ સિટીમાં કામગીરીનું વિસ્તરણ કરીને ભારત પ્રત્યે પોતાની કટિબદ્ધતા વધારી
બેંકને ગિફ્ટ સિટીમાંથી વેલ્થ મેનેજમેન્ટ ઉત્પાદનોનાં વિતરણ માટે IFSCA પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી
ભારત : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે આજે જાહેરાત કરી હતી કે, તેને ગિફ્ટ સિટીમાંથી મૂડી બજારના ઉત્પાદનોના વિતરણ માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરીને પગલે બેંક ગિફ્ટ સિટીમાંથી પોતાની વેલ્થ મેનેજમેન્ટ સેવાઓ શરૂ કરી શકશે. બેંકને આશા છે કે, તે આગામી અમુક મહિનાઓમાં આ રિટેલ સર્વિસ આપવાનું શરૂ કરશે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ 2020માં ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરનારી પ્રથમ વિદેશી બેંક હતી. હાલ બેંક કૉર્પોરેટ અને સંસ્થાગત બેંકિંગ ક્લાયન્ટને ધિરાણ, ટ્રેડ ફાઇનાન્સ, નાણાકીય વ્યવહારોની સેવાઓ અને ધિરાણ બજાર સાથે સંબંધિત વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓ આપે છે. ગિફ્ટ સિટીમાં બેંક વિવિધ ઉત્પાદનોમાં લીડરશિપની સ્થિતિમાં છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ભારત અને દક્ષિણ એશિયાના CEO પી. ડી. સિંહે કહ્યું હતું, “બેંક ભારતની આર્થિક વૃદ્ધિ અને ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ સાથે વધતાં જોડાણનો મજબૂત સમર્થક રહ્યો છે. ગિફ્ટ સિટીમાં વિદેશી બેંકોમાં અમારા ક્લાયન્ટની સંખ્યા સૌથી વધારે છે, જેમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ, સ્થાનિક કૉર્પોરેટ, ધિરાણ સંસ્થાઓ અને પરંપરાગત બેંકિંગ શામેલ છે. અમે વિવિધ ઉત્પાદનોમાં 25 અબજ અમેરિકન ડૉલરથી વધારેનું ધિરાણ કર્યું છે. અમારી લીડરશિપ પરંપરાગત બેંકિંગથી આગળ નીકળી ગઈ છે. અમે ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટર ઇકોસિસ્ટમ માટે એક ભરોસાપાત્ર પાર્ટનર બની ગયા છીએ, જે ફંડ મેનેજમેન્ટ કંપનીઓ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સેવાઓ આપે છે, જે ભારતમાં મૂડી લાવે છે. અમે 50 ટકા બજારહિસ્સા સાથે પ્રાદેશિક ટ્રેઝરી સેન્ટરો માટે મનપસંદ બેંક છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે અમે આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ ક્લાયન્ટ અને રોકાણકારો સાથે કામ કરીએ છીએ, ત્યારે અમને ભારત માટે એક ફાઇનાન્શિયલ ગેટવે તરીકે ગિફ્ટ સિટીમાં રસ વધી રહ્યો છે. ગિફ્ટ સિટી ઇકોસિસ્ટમમાં પોતાની મજબૂત પકડને આધારે વિતરણની આ મંજૂરી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટ ક્ષમતાઓ આપવામાં મદદ કરે છે તેમજ ગિફ્ટ સિટીને મુખ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર બનાવવાના લક્ષ્યને પણ ટેકો આપે છે. જેમ જેમ ગિફ્ટ સિટીનો વિકાસ આગામી તબક્કાઓમાં વધી રહ્યો છે, તેમ તેમ અમે અમારી ક્ષમતાઓ વધારવા, પ્રતિભા અને ઇનોવેશનમાં રોકાણ કરવા તથા પોતાના ક્લાયન્ટ્સના વિકાસના લક્ષ્યોને ટેકો આપવા શ્રેષ્ઠ સમાધાનો આપવા કટિબદ્ધ છીએ.”
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બજારમાં કેટલીક પ્રથમ પહેલો હાથ ધરીને IFSC ઇકોસિસ્ટમમાં પથપ્રદર્શક છે, જેમાં ODI ઇશ્યૂઅન્સ, FPI વ્યવહારો, બુલિયન હેજિંગ સોલ્યુશન્સ અને રીસિવેબ્લસ ફેક્ટરિંગ શામેલ છે. એનાથી ગિફ્ટ સિટીમાં અગ્રણી ઇનોવેટર તરીકે અમારી સ્થિતિ વધારે મજબૂત થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ગિફ્ટ સિટીમાં વિદેશી બેંકો વચ્ચે પોતાની સૌથી મોટી ટીમોમાંથી એક બનાવીને પોતાની કામગીરીને વધારી છે. ઉપરાંત, બેંકે પોતાના ઉત્પાદનો અને સેવાઓની ક્ષમતાઓ પણ વધારી છે, જેમાં કૉર્પોરેટ ટ્રેઝરી મેનેજમેન્ટ સોલ્યુશન અને ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમને લાગુ કરવાનું શામેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button