વ્યાપાર

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી
ટૂંકાથી મધ્યમ ગાળાના રોકાણના સમયગાળાને ધ્યાનમાં રાખતા રોકાણકારો માટે ઉચ્ચ ગુણવત્તાની ફિક્સ્ડ ઇન્કમ આધારિત રોકાણ વ્યૂહરચના
મુંબઈ, 3 ઓગસ્ટ, 2026: ફ્રેન્કલિન ટેમ્પલટન (ઈન્ડિયા) એ આજે તેની ઓપન-એન્ડેડ શોર્ટ ટર્મ ડેટ સ્કીમ – ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડ (FISTF) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઉચ્ચ ગુણવત્તાવાળી કોર્પોરેટ ડેટ સિક્યોરિટીઝ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન (SDLs), સરકારી જામનીગીરીઓ તેમજ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનો છે. સાથે જ પોર્ટફોલિયોની મેકોલે ડ્યુરેશન 1 વર્ષથી 3 વર્ષ વચ્ચે જાળવવામાં આવશે. ફંડના પોર્ટફોલિયોમાં મુખ્યત્વે AAA અને AA+ રેટિંગ ધરાવતા કોર્પોરેટ બોન્ડ્સ તેમજ સરકારી જામીનગીરીઓનો સમાવેશ થઈ શકે છે. FISTFનું સંચાલન ફ્રેન્કલિન ટેમ્પલટન ખાતે ઈન્ડિયા ફિક્સ્ડ ઇન્કમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગોસ્વામી કરશે. તેમની સાથે ઈન્ડિયા ફિક્સ્ડ ઇન્કમ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ અને પોર્ટફોલિયો મેનેજર અનુજ ટાગરા તથા રોહન મારુ પણ ફંડનું સંચાલન કરશે.
ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડનો ન્યૂ ફંડ ઓફર (NFO) સબ્સ્ક્રીપ્શન માટે 5 ઓગસ્ટ, 2026થી 11 ઓગસ્ટ, 2026 સુધી ખુલ્લો રહેશે.
ફંડના લોન્ચ પ્રસંગે ફ્રેન્કલિન ટેમ્પલટન-ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સતવાલેકરે જણાવ્યું હતું કે, “ફ્રેન્કલિન ટેમ્પલટન ઈન્ડિયામાં અમે અમારા રોકાણકારોની સતત બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડનું લોન્ચિંગ ઉચ્ચ ગુણવત્તાવાળા ડેટ પર આધારિત એવી ફિક્સ્ડ ઇન્કમ સોલ્યુશન પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે આવકની સંભાવના અને સમજદારીપૂર્વકના રિસ્ક મેનેજમેન્ટ વચ્ચે સંતુલન જાળવે છે. અમારી અનુભવી ફિક્સ્ડ ઇન્કમ ટીમ અને મજબૂત રિસ્ક મેનેજમેન્ટ માળખાના સહારે અમને વિશ્વાસ છે કે ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડ રોકાણકારોને બદલાતી બજાર પરિસ્થિતિઓમાં યોગ્ય રીતે આગળ વધવામાં અને તેમના ટૂંકાથી મધ્યમ ગાળાના રોકાણના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ થશે.”
ફંડની રોકાણ વ્યૂહરચના અંગે ફ્રેન્કલિન ટેમ્પલટન ખાતે ઈન્ડિયા ફિક્સ્ડ ઇન્કમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “બદલાતી વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ વચ્ચે ફિક્સ્ડ ઇન્કમ બજારમાં પસંદગીયુક્ત રોકાણની તકો સતત જોવા મળી રહી છે, ખાસ કરીને યિલ્ડ કર્વના ટૂંકા ગાળાના ભાગમાં, જ્યાં ઊંચી યિલ્ડ, પૂરતી લિક્વિડિટી અને માંગ-પુરવઠાનું અનુકૂળ સંતુલન હજુ પણ સકારાત્મક છે. ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડ ઉચ્ચ ગુણવત્તાવાળી કોર્પોરેટ ક્રેડિટ પર કેન્દ્રિત શિસ્તબદ્ધ અભિગમ અને સક્રિય ડ્યુરેશન મેનેજમેન્ટ દ્વારા આ તકોનો લાભ લેવા માટે સક્ષમ છે. ટૂંકાથી મધ્યમ ગાળાના યિલ્ડ કર્વમાં ઉપલબ્ધ તકોનો ગતિશીલ રીતે લાભ લઈ આ ફંડનો ઉદ્દેશ્ય એક્રુઅલ આધારિત વળતર મેળવવાનો છે, સાથે જ વ્યાજદર અને ક્રેડિટ સંબંધિત જોખમોનું સમજદારીપૂર્વક સંચાલન કરવાનો છે. તેના પરિણામે વિવિધ બજાર ચક્ર દરમિયાન વધુ સારું રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન મેળવવામાં મદદ મળી શકે છે.
એનએફઓની વિગતો
ફંડનું નામ
ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ફંડ
સ્કીમનો પ્રકાર
આ ફંડ ઓપન-એન્ડેડ શોર્ટ-ટર્મ ડેટ સ્કીમ છે જે એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે જેનો મેકોલે ડ્યુરેશન 1 વર્ષથી 3 વર્ષ વચ્ચે જાળવવામાં આવશે
રોકાણનો હેતુ
આ સ્કીમનો હેતુ વિવિધ ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરીને ટૂંકા ગાળામાં મહત્તમ વળતર મેળવાનો છે. જોકે, સ્કીમના રોકાણ હેતુઓ હાંસલ થશે તે બાબતની કોઈ બાંયધરી નથી.
એનએફઓની તારીખો
5 ઓગસ્ટ, 2026થી 11 ઓગસ્ટ, 2026
સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરી ક્યારે ખુલશે
13 ઓગસ્ટ, 2026
સંચાલન કોણ કરશે
રાહુલ ગોસ્વામી, અનુજ ટાગરા અને રોહન મારુ
લઘુત્તમ રકમ
રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં
બેન્ચમાર્ક
નિફ્ટી શોર્ટ ડ્યુરેશન ડેટ ઇન્ડેક્સ એ-2
એક્ઝિટ લૉડ
શૂન્ય

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button