શૈક્ષણિક હેતૂ માટે આપેલું દાન ઉત્તમ છે-બલવંતસિંહ રાજપુત

શૈક્ષણિક હેતૂ માટે આપેલું દાન ઉત્તમ છે-બલવંતસિંહ રાજપુત
સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે શ્રી કલ્યાણા જૂથ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઇ.એમ. પટેલ જાગૃતિ વિદ્યાલય તથા નિમા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા આયોજિત “સુવર્ણ જયંતિ” મહોત્સવ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ઉદબોધનમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવેલું દાન ઉત્તમ છે તેઓએ કલ્યાણા ગામે શૈક્ષણિક સંકુલમાં દાન આપવા બદલ સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે માનનીય સંત નિજાનંદજી મહારાજ, સંસ્થાના દાતા કાનજીભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ કાંતિભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ, સર્વે દાતા અશ્વિનભાઈ, મનોજભાઈ, ચિરાગભાઈ, પૂર્વ આચાર્ય નારણભાઈ ઠક્કર, આચાર્ય ફાલ્ગુનીબેન, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી મનીષભાઈ પ્રજાપતિ, સુરપાલસિંહ રાજપુત ,શંભુભાઈ દેસાઈ, દિલીપજી ઠાકોર, પ્રાંત અધિકારી સંકેતભાઈ પટેલ અને મોટી સંખ્યામાં પધારેલ વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.