લોક સમસ્યા

ન્યૂઝ ઈમ્પેક્ટ – વિશાળ ટાંકીની વાલ્વ લીકેજ થયાના સમાચાર પ્રકાશિત થયા બાદ તંત્ર જાગ્યું

ન્યૂઝ ઈમ્પેક્ટ – વિશાળ ટાંકીની વાલ્વ લીકેજ થયાના સમાચાર પ્રકાશિત થયા બાદ તંત્ર જાગ્યું
રવિવારની રજા હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા લીકેજ વાલ્વની મરામત કરાઈ
શિનોર તાલુકાના સાધલી મુકામે વિશાળ ટાંકીને વાલ્વ લીકેજ થતાં ચાર સોસાયટીઓમાં દૂષિત પાણી જવાનો ભય હોવાથી તેના સમાચારો ગુજ્જુ રિપોર્ટરમાં પ્રકાશિત થયા બાદ આજરોજ રવિવારની રજા હોવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા લીકેજ વાલ્વ ની મરામત કરાવેલ છે.


શિનોર તાલુકાના સાધલી મુકામે કુકસ જવાના રસ્તા પાસે ત્રણ લાખ લિટર પાણીની ક્ષમતા વાળો ભૂગર્ભ સંપ સને 2019 – 2020 માં બનાવેલ હતો. સંપમાંથી સાધલી ની સરદાર નગર ,નૂરાની પાર્ક ,ગોવિંદ પાર્ક ,અને સહયોગ પાર્કમાં પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા મોકલાતું હતું .પરંતુ સંપ પાસે પાણી છોડવાનો મુકેલ વાલ્વ અથવા તેનું મટીરીયલ તુટી જવાથી ત્યાં ખાડામાં પાણી ભરાઈ રહેતું હતું અને જ્યારે પાણી બંધ કરે ત્યારે આ ભરાઈ રહેલ દૂષિત પાણી જેમાં ભૂંડો અને કુતરા પડી રહેતા હતા , પાણી તે પાઇપ લાઇનમાં શોષાઇ જતું હતું જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના દેખાતી હતી, આ અંગેના સમાચારો આજરોજ તારીખ 5 જાન્યુઆરી 2025 ને રવિવારના દિવસે વહેલી સવારે તમામ વર્તમાનપત્રોમાં ચમકતાં સાધલી ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા બનાવની ગંભીરતા સમજીને આજે રવિવાર હોવા છતાં પણ વહેલી સવારથી મરામતનું કામ શરૂ કરાવેલ હતું. આમ લોકશાહીની ચોથી જાગીર સમા સમાચારોનો સકારાત્મક પડઘો પડેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button