લાંબી વોરંટી ધરાવતું વિશ્વસ્તરીય પ્રોડક્ટ Optigal® AM/NS India દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
• શ્રેષ્ઠ ક્વોલિટીની કાટ પ્રતિરોધકતા અને ઉદ્યોગની સૌથી લાંબી વોરંટી સાથે ઉપલબ્ધ
• ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને અનુરૂપ હવે દેશભરમાં ઉત્પન્ન અને વિતરણ
સુરત-હજીરા, ઓગસ્ટ 22, 2024: વિશ્વના બે અગ્રણી સ્ટીલ નિર્માતાઓ, આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેની સંયુક્ત ભાગીદારી – આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા Optigal®ના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે, જે ઝીંક-એલ્યુમિનિયમ-મેગ્નેશિયમ (ZAM) મેટાલિક કોટિંગ સાથેનું એક વિશ્વસ્તરીય રંગીન કોટેડ સ્ટીલ બ્રાન્ડ છે.
આ ઉચ્ચ-ક્વોલિટીનું મૂલ્યવર્ધિત સ્ટીલ ‘Optigal®’ આર્સેલરમિત્તલ યુરોપની પેટેન્ટેડ બ્રાન્ડ છે, જે હાલ માત્ર વૈશ્વિક બજારમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે AM/NS India દ્વારા પ્રથમ વખત ભારતમાં તેનું ઉત્પાદન અને વિતરણ કરવામાં આવી રહ્યું છે. દેશની ઉચ્ચ ગુણવત્તાવાળા કોટેડ સ્ટીલની વધતી જતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય તે હેતુથી કંપનીના આંતરરાષ્ટ્રીય માપદંડ અને ગુણવત્તા મુજબના આ નવા પ્રોડક્ટને ભારતમાં રજૂ કરવામાં આવ્યું છે.
આ પ્રોડક્ટને તાજેતરમાં કેરળના કોચીમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન દિલીપ ઓમ્મેન, કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રોડક્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ માટે AM/NS Indiaની પ્રતિબદ્ધતાને પણ વધુ મજબૂત બનાવે છે. Optigal® ભારતમાં કલર-કોટેડ સ્ટીલ પ્રોડક્ટ માટેની સૌથી લાંબી, 25 વર્ષ સુધીની વોરંટી પૂરી પાડે છે. જે ભારતના વિશિષ્ટ સ્ટીલ સેક્ટરમાં વિક્ષેપજનક પ્રવેશને ચિહ્નિત કરે છે.
ભારતમાં કલર-કોટેડ ઉત્પાદનોની વાર્ષિક માંગ 3.2 મિલિયન ટન છે, જે 8-10%ના વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધવાનો અંદાજ છે. હાલ Optigal®નું ઉત્પાદન મહારાષ્ટ્રમાં પુણે ખાતે કંપનીના પ્લાન્ટમાં શરૂ થયું છે, જે એક વ્યાપક ઉત્પાદન વ્યૂહરચનાનો પ્રથમ તબક્કો છે.
AM/NS Indiaની હાલમાં લગભગ 700,000 ટનની કલર-કોટેડની ક્ષમતા છે, જેને વર્ષ 2026 સુધીમાં 1 મિલિયન ટન સુધી વધારવાની યોજના છે. આ ક્ષમતાના વિસ્તરણ સાથે, કંપનીનો બજાર હિસ્સો વર્તમાન 20-22% થી વધીને 25-27% સુધી થવાનો અંદાજ છે.
આ નવા પ્રોડક્ટની ઉત્પાદન પ્રક્રિયામાં અનન્ય ZAM એલોય ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં સ્ટીલ સ્ટ્રિપને ઝિંક, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એલોયના મિશ્રણમાં હોટ ડિપ કોટિંગ કરવામાં આવે છે. મેગ્નેશિયમનો સમાવેશ પ્રોડક્ટની કામગીરી અને ટકાઉપણાને વધારવામાં મદદ કરે છે. સબસ્ટ્રેટ અને પેઇન્ટનો આદર્શ સંયોજન બાંધકામ પ્રોડક્ટ્સ માટે ઉચ્ચ સ્વરૂપ્યતા અને સુધારેલી કાટ રક્ષણ સુનિશ્ચિત કરે છે. Optigal® એક પર્યાવરણ અનુકૂળ પ્રોડક્ટ છે, જે હેક્સાવેલેન્ટ ક્રોમિયમ અને ભારે ધાતુઓથી મુક્ત છે, અને પર્યાવરણીય અસર ઘટાડવા, સલામતી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
રંજન ધર, સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) જણાવે છે કે, “Optigal® ની એન્ટ્રી અમારા વધતા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ લોન્ચ અમારા બ્રાન્ડ પ્રોમિસ – ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ – મુજબ સમગ્ર દેશમાં અમારા ગ્રાહકોને વિશ્વ સ્તરનું, નવું અને ટકાઉ સ્ટીલ પૂરું પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃસ્પષ્ટ કરે છે. આ પ્રયત્નો અમારા કોર્પોરેટ કેમ્પેઇન ‘બનાઉંગા મેં, બનેંગા ભારત’ની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલમાં આપેલા યોગદાનને પણ રેખાંકિત કરે છે.”
Optigal® ની વૈવિધ્યતા તેને વિવિધ પ્રકારના ઉપયોગો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે. રહેણાંક અને વ્યાવસાયિક પ્રોજેક્ટ્સ માટે રૂફિંગ, ફેન્સિંગ અને ક્લેડિંગ, પ્રી-ઇન્જિનિયર બિલ્ડિંગ્સ માટે વિશ્વસનીય સામગ્રી, એરપોર્ટ, ઔદ્યોગિક ગોડાઉન, અને સ્ટેડિયમ્સ સહિતના આર્કિટેક્ચરલ માટે ઉચ્ચ પ્રદર્શનવાળા સ્ટીલની ભૂમિકાનો સમાવેશ થાય છે.
Optigal® ના મુખ્ય ફાયદાઓ:
1. અપવાદરૂપ કટ-એજ પ્રોટેક્શન: કિનારી અને સ્ક્રેચ પર પેઇન્ટ ડિલેમિનેશન ઘણું ઓછું થતું હોય છે, અને તેની કામગીરી અન્ય ધાતુ કોટિંગ્સ કરતાં ઓછામાં ઓછું 3x સારી છે.
2. ઉત્કૃષ્ટ કાટ પ્રતિકાર: Optigal® ની અનન્ય એલોય રચના, જેમાં ઝિંક, એલ્યુમિનિયમ, અને મેગ્નેશિયમનો આદર્શ સંતુલન છે, ઉત્તમ કાટ પ્રતિકાર પ્રદાન કરે છે.
3. સુધારેલી લવચીકતા: ખાસ ડિઝાઇન કરેલા Optigal® કોટિંગની ઉચ્ચ પ્રતિરોધક અને ચિપકતી મેટાલિક લેયર બેન્ડિંગ, રોલ ફોર્મિંગ, પ્રોફાઇલિંગ અને અન્ય વર્ક પ્રોસેસિસ દ્વારા પ્રક્રિયા કરી શકાય છે, જેમાં બેન્ડ પર કોઈ ભંગાણ ઉદભવતું નથી.
4. ગ્લોબ્લિ બેન્ચમાર્ક પ્રોડ્કટ: આ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પરીક્ષણ કરવામાં આવી છે અને પ્રમાણિત છે