પરિવારના સંઘર્ષની અનોખી કથની કહેતી ફિલ્મ “સતરંગી રે”
20 સપ્ટેમ્બરે રિલીઝ તથાયેલ ફિલ્મ સતરંગી રે ખાસ કરીને પરિવાર સાથે માણવા લાયક ફિલ્મ છે. પરિવારના સંઘર્ષને ઉજાગર કરી આ ફિલ્મ પ્રેમ, બ્રેકઅપ સામાજિક લાગણી અને જીવન સંઘર્ષમાં રસ્તા શોધવાની વાત કહે છે. ઈર્શાદ દલાલ દ્વારા લિખિત અને દિર્ગદર્શિત આ ફિલ્મના મુખ્ય પાત્રમાં રાજ બાસીરા અને કથા પટેલ છે. સંપૂર્ણપણે પારિવારિક કથા વસ્તુ અને યુવા વર્ગ સાથે બાળકો અને ઘરના વડીલોને હૃદય સ્પર્શે તેવી ફિલ્મ “સતરંગી રે” માત્ર મનોરંજન અને હસી મજાક પૂરતી મર્યાદિત ન રહી જીવનના સંઘર્ષ માં સફળ કેવી રીતે થવું તેની ગાથા દર્શાવે છે.
સંપૂર્ણપણે પારિવારિક ફિલ્મ માં એન્ટરટેનમેન્ટના તમામ કન્ટેન્ટનો સમન્વય છે ,ફિલ્મ સતરંગી રે માં સારી સ્ટોરી ઉપરાંત ફિલ્મ ફોટોગ્રાફી અને ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ફિલ્મમાં કથા પટેલ અવનીનું પાત્ર ભજવે છે, જે સંઘર્ષશીલ યુવતીની કથા દર્શાવે છે. ફિલ્મ હળવા મનોરંજનની સાથે સાથે સમાજની મુખ્ય સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી જોઈએ તેનો સંદેશો અપાયો છે. જ્યારે રાજ બાસીરા કે જેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે તેમની પણ નિર્દોષ એક્ટિંગ વખાણવા લાયક છે. ભાવિની જાની, પ્રશાંતભાઈ બારોટ,,રાગી જાની, જીગ્નેશ મોદી અને ધર્મેશ જોષી સહિતના અનેક કલાકારોએ પોતાના અભિનય થાકી ફિલ્મમાં ચાર ચાંદ લગાડ્યા છે. ફિલ્મમાં પાંચ ગીતો છે અને બધા ગીતો બહુ જ સરસ બન્યા છે. આ બધા ગીતો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અને સુપરહિટ ગાયકો જીગરદાન ગઢવી, પાર્થિવ ગોહીલ, એશ્વર્યા મજમુદાર, ચેતન ફેફરે ગાયા છે.
ફિલ્મ ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે અને ગામડાં તથા શહેરના તમામ લોકોને પસંદ આવશે. ગોલટચ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત આ પ્રથમ ફિલ્મ છે અને આ પ્રોડક્શન હાઉસ તરફથી વધુ આશા રાખી શકાય તેમ છે. સાત્વિક મનોરંજન પીરસનારી આ ફિલ્મ દરેક ગુજરાતીને ગમશે !
આ ફિલ્મને અમે 3.5/5 સ્ટાર્સ આપીશું.