સ્પોર્ટ્સ
યશસ્વી અને રાહુલે કાંગારૂઓને હંફાવ્યા, બીજા દિવસે ભારતનું પલડું ભારે

યશસ્વી અને રાહુલે કાંગારૂઓને હંફાવ્યા, બીજા દિવસે ભારતનું પલડું ભારે
પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. બીજા દિવસે ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 46 રનની લીડ મેળવ્યા બાદ બીજા દાવમાં શાનદાર બેટિંગ કરી હતી. શનિવારે રમત સમાપ્ત થયાં સુધી, ભારતે 57 ઓવરમાં વિના વિકેટે 172 રન ઉમેર્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે કાંગારૂ બોલરોને પરેશાન કર્યા હતા. યશસ્વી 90 અને 62 રન બનાવીને અણનમ છે. આ પહેલા ભારતના 150 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી જ્યારે હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા.