ફેફસાના કેન્સર અંગે જાગૃતિ માસ દરમિયાન મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા નાબૂદી અભિયાનનું કરાઈ રહ્યું છે નેતૃત્વ
ફેફસાના કેન્સર અંગે જાગૃતિ માસ દરમિયાન મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા નાબૂદી અભિયાનનું કરાઈ રહ્યું છે નેતૃત્વ
અમદાવાદ: નવેમ્બર મહિનો એ “લંગ કેન્સર અવેરનેસ મન્થ” (ફેફસાના કેન્સર માટે જાગૃતિ માસ) છે, અને ફેફસાના કેન્સર સામેની લડાઈમાં નિવારણથી લઈને વિશ્વભરમાં સૌથી સામાન્ય અને સૌથી ઘાતક આ કેન્સર મુદ્દે જ્ઞાન અને શિક્ષણ આપવા માટે મૈરિંગો CIMS હોસ્પિટલ એ મહત્વપૂર્ણ સફરનું નેતૃત્વ કરે છે. ફેફસાંનું કેન્સર વિશ્વભરમાં કેન્સર-સંબંધિત મૃત્યુનું મુખ્ય કારણ હોવાથી, મૈરિંગો CIMS હોસ્પિટલ, આ જીવલેણ રોગનું વહેલું નિદાન, નિવારણ અને સારવારમાં પ્રગતિના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. મૈરિંગો CIMS હોસ્પિટલ એ વાત પર પણ ભાર મૂકે છે કે વ્યાપક અભિગમ દ્વારા લોકોને શિક્ષિત કરવાથી લઈને અદ્યતન સારવારના વિકલ્પો પ્રદાન કરવાથી આ રોગને નાથવામાં પરિણામો સુધારો થઈ શકે છે અને લોકોના જીવન બચાવી શકાય છે. આ સારવારની રચના માટે સમર્પિત પ્રોટોકોલ માટે MDT મીટિંગ્સમાં, થોરાસિક ઓન્કો સર્જન, ડૉ. સરવ શાહ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. ભાવેશ પારેખ, અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ. ડો. દેવાંગ ભાવસાર સતત સહયોગ કરી રહ્યા છે.
ફેફસાના કેન્સરથી વૈશ્વિક સ્તરે કેન્સર સંબંધિત થતાં 5 માંથી લગભગ 1 મૃત્યુ થાય છે, જેના લીધે તે જાહેર આરોગ્યની ચિંતાનો વિષય છે. ધૂમ્રપાન એ આ રોગ માટે અગ્રણી જોખમ પરિબળ છે, પણ સાથે સાથે વાયુ પ્રદૂષણ, વ્યવસાયિક જોખમો અને આનુવંશિક વલણ જેવા પરિબળોને કારણે ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ વધુને વધુ આ રોગનું નિદાન થઈ રહ્યું છે. ફેફસાના કેન્સર માટે જાગૃતિ મહિનો વધતી જતી આરોગ્ય કટોકટી તરફ ધ્યાન દોરે છે અને તે સિગારેટના ધૂમ્રપાન જેવા પરંપરાગત જોખમ પરિબળો સિવાય પણ પરિબળો પર ધ્યાન આપે છે. ધૂમ્રપાન એ ફેફસાના કેન્સરનું એક નોંધપાત્ર કારણ છે, ત્યારે વાયુ પ્રદૂષણની અસરને વધુને વધુ મુખ્ય ફાળો આપનાર પરિબળ તરીકે ગણવામાં આવે છે. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા એટલી બધી નબળી છે કે ત્યાં રહેવું એ એક દિવસમાં 50 સિગારેટ પીવા સમાન છે. આ ચિંતાજનક આંકડા ફેફસાના કેન્સરના જોખમમાં યોગદાન આપતા પર્યાવરણીય પરિબળોને સંબોધિત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. નોંધનીય રીતે, ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓ અને 40 ના દાયકાની શરૂઆતની ઉંમરના વ્યક્તિઓમાં ફેફસાના કેન્સરના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ જૂથોને એક સમયે આ રોગ માટે ઓછા જોખમમાં માનવામાં આવતા હતા. આ નવું વલણ ફેફસાના કેન્સરની વૃદ્ધિમાં વાયુ પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય સંપર્કોની નિર્ણાયક ભૂમિકા તરફ નિર્દેશ કરે છે. ફેફસાંનું કેન્સર માત્ર ધૂમ્રપાન કરનારા લોકોને જ થાય છે તેવી માન્યતા હવે બદલાઈ રહી છે. માટે આપણે વધુ તકેદારી, વહેલી તપાસ અને વ્યાપક સંભાળના મહત્વને સમજવું જોઈએ. આ રોગના લક્ષણોને જાહેર થતાં ઘણીવાર વિલંબ થાય છે અને આ લક્ષણોમાં સતત ઉધરસ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક જ વજન ઘટવું અને ઉધરસમાં લોહી આવવું શામેલ છે. જો આની પ્રારંભિક તપાસ કરી લેવામાં આવે તો સફળ પરિણામોમાં નોંધપાત્ર સુધારો થાય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા ન હોવાના કારણે આ રોગના અંતિમ તબક્કે નિદાન થાય છે. માટે જ લાંબા સમયથી ધૂમ્રપાન કરનારાઓ જેવા ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત તપાસ કરવી લેવી એ રોગનું વહેલું નિદાન કરવા માટે જરૂરી છે, કારણ કે પ્રર્ન્ભિક તબક્કે તેની સૌથી વધુ યોગ્ય સારવાર થઈ શકે છે.
મૈરિંગો CIMS હોસ્પિટલના થોરાસીસ ઓન્કો સર્જન, ડો. સરવ શાહ, જણાવે છે કે, “ફેફસાના કેન્સરમાં વહેલું નિદાન એ નિર્ણાયક છે. ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ અને ન્યૂનતમ આક્રમક પ્રક્રિયાઓમાં પ્રગતિ સાથે, અમે દર્દીઓ માટે સફળ પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરી શકીએ છીએ. આ વર્ષે ફેફસાના કેન્સરની જાગૃતિના મહિનામાં, અમે. દરેક વ્યક્તિએ તેના જોખમોને સમજવા જોઈએ અને સમયસર તબીબી મૂલ્યાંકન કરવું જોઈએ એવી સૌને વિનંતી કરીએ છીએ. ફેફસાંનું કેન્સર માત્ર તબીબી બીમારી નથી; તે એક એવો પડકાર છે જે વ્યક્તિના જીવનના દરેક પાસાઓને અસર કરે છે. મૈરિંગો CIMS હોસ્પિટલમાં, અમારું મિશન ફેફસાના કેન્સરની સારવાર માટે એક સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરવાનું છે અને અમે અદ્યતન ટેક્નોલોજી અને તબીબી નિપુણતા સાથે તે પ્રદાન કરીએ છીએ પરંતુ તેની સાથે કાળજીની ઍક્સેસમાં રહેલી અસમાનતાઓને પણ દૂર કરવા પ્રયાસ કરીએ છીએ. અમારો ઉદ્દેશ્ય આ ભેદભાવને દૂર કરવાનો છે, જેથી કોઈ દર્દી ભૌગોલિક, આર્થિક અથવા સામાજિક અવરોધોને લીધે સારવાર વિના ન રહે, અને પ્રારંભિક તપાસ દ્વારા તેમનું જીવન બચાવી શકાય અને વ્યાપક શિક્ષણ, સ્ક્રીનીંગ અને વ્યક્તિગત સારવાર યોજનાઓ દ્વારા, અમે દરેક તબક્કે ફેફસાના કેન્સર સામે લડવા માટે પ્રતિબદ્ધ છીએ. તેની સાથે અમારું ધ્યાન વ્યક્તિઓ અને તેમના પરિવારોને યોગ્ય માહિતી આપીને તેઓને સમર્થન આપવા સાથે તેઓને સશક્ત બનાવવાનું છે, જેથી તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે માહિતગાર નિર્ણયો લઈ શકે. દરેક વ્યક્તિને શ્રેષ્ઠ સંભવિત પરિણામ મેળવવા માટે તક મળવી જોઈએ, અને આપણે સાથે મળીને, ગુણવત્તાયુક્ત કેન્સરની સંભાળ બધાને આપી શકીએ છીએ અને અમે તેને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ.”
મૈરિંગો CIMS હોસ્પિટલના ડોકટરો આ રોગના નિવારણ અને સ્ક્રીનીંગ પર ભાર મૂકે છે અને ફેફસાના કેન્સર સામે લડવાનો શ્રેષ્ઠ માર્ગ તેને અટકાવવાનું છે એવી હિમાયત કરે છે. તેમાં તમાકુના ઉત્પાદનોનું સેવન ટાળવા અને ધૂમ્રપાન છોડવા, હાનિકારક પ્રદૂષકોના સંપર્કમાં ઘટાડો કરવા, સ્વચ્છ હવા નીતિઓની હિમાયત કરવા, લો-ડોઝ સીટી સ્કેન (એલડીસીટી) દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત સ્ક્રીનીંગની ભલામણ કરે છે, જે પ્રારંભિક તબક્કામાં ફેફસાના કેન્સરને શોધી શકે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેન્સર ફેફસાના કેન્સરની સારવાર માટે અનન્ય અભિગમ પ્રદાન કરે છે. દરેક દર્દીની સંભાળ યોજના માટે એક બહુ-શિસ્ત ટીમ (MDT) અભિગમ વિકસાવવામાં આવે છે, જેના લીધે સૌથી વધુ વ્યાપક અને વ્યક્તિગત સારવાર મળે છે. આ સંકલિત સંભાળ મોડલને લીધે દર્દીઓએ અલગથી બહુવિધ નિષ્ણાતો પ