પૂજ્ય શ્રી દાદા ગુરુ અનસુયા માતા મંદિરે પધાર્યા

પૂજ્ય શ્રી દાદા ગુરુ અનસુયા માતા મંદિરે પધાર્યા
પૂજ્ય શ્રી દાદા ગુરુ દ્વારા મા નર્મદા સેવા પરિક્રમા ના ત્રીજા ચરણનો પ્રારંભ તારીખ 15 નવેમ્બર 2024 ઓમકારેશ્વર થી શરૂ કરેલ છે અને 1450 દિવસથી અખંડ કઠોર નિરાહાર મહાવ્રત કરે છે ,તેઓ પોતાના 500 નર્મદા પરિક્રમા વાસી સાથે શિનોર તાલુકાના અનસુયા માતાના મંદિરે આજે પધારેલ છે. તેઓની સાથે વફાદાર કૂતરો પણ પરિક્રમા સાથે જોડાયો છે.
નર્મદા મિશન ના શ્રી દાદા ગુરુજીના સાનિધ્યમાં અને માર્ગદર્શનમાં પ્રકૃતિ, સંરક્ષણ,જીવનદાયી નદીઓના પાણીને શુદ્ધિકરણ ,સંરક્ષણ સંવર્ધન ,માનવસેવા ગૌસેવા ની સાથે અન્ય સમાજ સેવાના કાર્ય છેલ્લા 20 વર્ષોથી સતત કરી રહ્યા છે .અને આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા પૂજન પદ્ધતિ ,જીવન શૈલી વગેરેને પ્રકૃતિ સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે .ન ભૂતો ન ભવિષ્યતિ એવા શ્રી દાદા ગુરુજી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યા છે. વિશ્વનો સૌથી કઠોર નિરાહાર મહાવ્રત શ્રીદાદા ગુરુની અખંડ નિરાહાર મહાવ્રત – સાધના દેશ દુનિયા માટે એક રહસ્ય બનેલ છે .આવા અવધૂત જેવો એ ધર્મ, ધરા ધેનુ પ્રકૃતિ, સંસ્કૃતિ, જીવનદાયની નદીઓ અને પર્યાવરણ સંરક્ષણ ,સંવર્ધન માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરેલ છે. જેના પર મધ્યપ્રદેશ શાસન દ્વારા શોધ કરાવી હતી કે માં નર્મદાના જલ ,વાયુ, મિટ્ટીમાં એવા કેવા તત્વો છે, જેના પર આશ્રિત રહીને જીવનને જીવી શકાય છે. છેલ્લા ચાર વર્ષોમાં શ્રી દાદા ગુરુની નિત્ય અકલ્પનીય નિરાહાર સેવા સાધના ,બે વાર 3200 કિલોમીટર ચાલીને અખંડ નિરાહાર નર્મદા પરિક્રમા, બીજા ચરણમાં આહારમાં માત્ર વાયુ અને રોજના 18 કલાક દિન રાત ચાલીને સેવા, ધ્યાન, સાધના, જાગરણ કરી રહ્યા છે .ચાર વાર રક્તદાન કરીને વિજ્ઞાનની જળોને પણ હલાવી દીધી છે. છ વાર અખંડ નિરાહાર નર્મદા સેવા પરિક્રમા કરી ચૂક્યા છે. 16 વાર ઓમકારેશ્વર માંધાતા પર્વતની પરિક્રમા કરેલ છે .એવા સમગ્ર વિશ્વને પ્રકૃતિ સંરક્ષણ સંવર્ધનનો સંદેશ આપી નિર્વિકારી સેવા કરનાર પૂજ્ય શ્રી દાદા ગુરુજી શિનોર તાલુકાના અનસુયા માતા મંદિરે 500 પરિક્રમાવાસીઓ અને પોતાના વફાદાર કુતરા સાથે આવી પહોંચતા તેઓના દર્શન અને આશીર્વાદ નો લાભ શિનોર બજાર સમિતિના ચેરમેન સચિનભાઈ પટેલ ,શિનોર ઉપસરપંચ તથા સામાજિક કાર્યકર નીતિન ખત્રી અને એન.આર.આઈ સુનિલભાઈ પટેલે લીધો હતો. માલસર ના હરિભાઈ પટેલે મહાપ્રસાદી દાતાનો લાભ લીધો હતો.