ક્રાઇમ

વડોદરા એલસીબી ટીમે વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા

વડોદરા એલસીબી ટીમે વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા

વડોદરા ગ્રામ્ય એલસીબી ની ટીમ જે કરજણ મુકામે ભરથાણા ટોલનાકા ઉપર પ્રોહીબિશન તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા, તે સમયે ભરૂચ તરફથી આવતી એક ટેન્કર શંકાસ્પદ જણાતાં, તેને રોકી તપાસ કરતા રૂપિયા 58,46,400 નો વિદેશી દારૂ તથા ટેન્કર સાથે કુલ રૂપિયા 68,51,400 નો મુદ્દા માલ જપ્ત કરી કરજણ પોલીસને આગળની કાર્યવાહી માટે ફરિયાદ કરેલ છે..

વડોદરા જિલ્લા ગ્રામ્ય એલ.સી.બી.ના અ.હે.કો. ભુપતભાઈ વિરમભાઈ તથા અ.હે.કો. ખોડાભાઈ પો.કો.વિનોદસિંહ, પો.કો. અજયસિંહ અને પો.કો હર્ષ કુમાર કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઇવે નંબર 8 ના ટોલનાકા ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રકો ઉપર પ્રોહીબિશન વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ટેન્કર નંબર MH04EB6326 ને શંકા જતાં તેને રોકીને તપાસ કરતા ભારતીય બનાવટ ના વિદેશી દારૂની પેટી નંગ 812 જેમાં કુલ બોટલ નંગ 16,656 કિંમત રૂપિયા 58,46,400 તથા મોબાઈલ નંગ ₹15,000 અને સદર ટેન્કર ₹10,00,000 ટેન્કરના ઝેરોક્ષ કાગડો ની ફાઈલ સાથે રૂપિયા 68 લાખ 51,400 ના મુદ્દા માલ સાથે શંકરલાલ ચુનીલાલ સાલવી રહેવાસી દંતેડી, પોસ્ટ ધુવાલા, તાલુકો કરેડા, જિલ્લો ભીલવાડા, રાજસ્થાન નો ફેરાફેરી કરતા પકડાઈ ગયેલ અને આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સતિષભાઈ બિશનોઈ તથા સતિષભાઈ બિશ્નોઇનો બનેવી તથા પકડાયેલ ડ્રાઇવરને ગાઈડ કરનાર તથા સતીશનો સંપર્ક કરાવનાર પ્રભુલાલ ભવરલાલ સાલવી રહેવાસી દંતેડી ,પોસ્ટ. ધુવાલા,તાલુકો કરેડા જિલ્લો ભીલવાડા રાજસ્થાન અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં જણાઈ આવે તેવો તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65, એ.ઈ, 81 ,83, 98 (2), 116 (સી) મુજબની લેખિત ફરિયાદ એલ.સી.બી.ના અ.હે.કો. ભુપતભાઈ વિરમભાઈ દ્વારા આપવામાં આવેલ છે. જેની આગળની તપાસ કરજણ પોલીસ દ્વારા કરાશે. આ સાથે જરૂરી કાગળો પણ આપેલા છે. ગુજરાત સરકારના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના સુરત વિસ્તારમાંથી હેમખેમ દારૂ ભરેલી ટેન્કર હેમખેમ છેક કરજણ સુધી આવી પહોંચી અને કરજણ મુકામે વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. ની ટીમ દ્વારા પકડવામાં આવી, તો ગુજરાતની હદમાં જ્યાંથી આ ટેન્કર પ્રવેશ કર્યો ત્યાંથી કરજણ સુધી આવતા વચ્ચેના તમામ પોલીસ પોઇન્ટો શું ઉંઘતા હતા.? તેની તપાસ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી કરાવશે ખરા અને કસરદાર જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર દાખલો બેસે તેવા પગલાં ભરશે ખરા?? એવી ચર્ચાએ જોર પકડેલ છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button