વ્યાપાર

ગુજરાતમાં કન્સ્ટ્રકશન વ્યવસાયના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું કરાયું સન્માન

ગુજરાતમાં કન્સ્ટ્રકશન વ્યવસાયના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું કરાયું સન્માન

અમદાવાદ, શનિવાર.

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા આયોજીત અર્થકોન ૨૦૨૫ એક્સપોમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજનીકાંત પટેલે બિલ્ડર્સ, આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહીતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોને ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડથી સન્માનિત કરાયા હતા. 

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટર દ્વારા અમદાવાદમાં જી.એમ.ડી.સી. પાસે ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં અર્થકોન ૨૦૨૫ એક્સપોનું આયોજન કર્યુ છે. આ એક્સપોનો ઉદઘાટન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગેસ્ટ ઓફ હોનર તરીકે પૂર્વ મંત્રી રજનીકાંત પટેલ,  બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસીડન્ટ રાજેન્દ્રસિંઘ કામ્બો અને વાઇસ પ્રેસીડન્ટ કે.ચંદ્રશેખર રાવ ઉપસ્થિત રહ્યાં હતા.આ સમારોહમાં ૨૦થી વધુ કેટેગરીમાં બિલ્ડર્સ, આર્કિટેક્ટસ, એન્જીનીયર્સ અને કોન્ટ્રાક્ટર્સ સહીતના કન્સ્ટ્રકશન ક્ષેત્રના કાર્યકુશળ વ્યક્તિઓને ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’ એનાયત કરીને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અવોર્ડ વિજેતાઓને તેમજ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સેન્ટરને અભિનંદન આપીને જણાવ્યું હતું કે અર્થકોન એક્સપોમાં આવવા માટે મને આનંદ થયો છે. કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી, એ ગુજરાત અને ભારતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે. સૌથી વધારે રોજગાર આપતુ હોય અને જી.ડી.પી.માં કન્ટ્રીબ્યુશન હોય એવી આ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રી સમયની સાથે તાલ મિલાવે છે. આ ક્ષેત્રમાં અવનવી ટેકનોલોજી અને ટેકનોલોજી દ્વારા નિર્મિત થયેલા બાંધકામ વ્યવસાયમાં ઉપયોગી એવા દરેક ઇકવીપમેન્ટ પણ અહીં છે. અહીં દર વખતે કંઇકને કંઇક નવુ જોવા મળે છે.

બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત સેન્ટરના સ્ટેટ ચેરમેન કેવલ પરીખે સમારોહમાં ઉપસ્થિત સૌનુ સ્વાગ્ત કરીને જણાવ્યું હતું કે લગભગ ૭૮ વર્ષ પહેલા આ બોડીની સ્થાપના થઇ હતી જે આઝાદી પહેલાનુ આ અસોસીએશન છે જે આજે પણ કાર્યરત છે અને આજની તારીખે દોઢ લાખથી વધુ કન્સ્ટ્રકશન કંપનીઓ સભ્ય છે અને આખા ભારતમાં ૨૩૦ સેન્ટરો કાર્યરત છે. અમારુ અસોસીએશન રેગ્યુલર એકઝીબીશન કરે છે.જેનાથી કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીમાં નવી દીશા મળે છે. ઇન્ડસ્ટ્રીને ઇન્ફર્મેશન ટેકનોલોજીની જાણકારી મળતી રહે છે અને દરેક કંપની સભ્ય તેનો લાભ લે છે. કોઇપણ દેશના જી.ડી.પી.માં કન્સ્ટ્રકશન સેકટરનો ઘણો મોટા ફાળો હોય છે. ભારતના જી.ડી.પી.માં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીનો ફાળો મીનીમમ ૧૦ ટકા રહેલો છે. ભારત દેશનું ડેવપલમેન્ટ થયું તેમાં અમારા સભ્યોનો સારો ફાળો રહેલો છે. છેલ્લા પાંચેક વર્ષથી ‘ગુજરાત નિર્માણ સન્માન અવોર્ડ’નું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની કર્મભુમી પર જે જે ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર્સ મિત્રોએ સિંહ ફાળો આપ્યો છે તે લોકોને સન્માનીત કરવા અને તેમની જે સ્કીલ છે તેને આગળ લાવીને બતાવવાનાં છે. આ પ્રસંગે બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત (અમદાવાદ) સેન્ટરના ચેરમેન વરૂણ પટેલ, કન્વીનર નીતિન શાહ, સેક્રેટરી ગિરીશકુમાર શાહ, ગવર્મન્ટ અફેર્સના હોનરરી કોર્ડીનેટર હીતેશ પટેલ અને અર્થકોન એક્સપો ૨૦૨૫ના ડાયરેકટર અમરીશ મહેતા તેમજ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button