વ્યાપાર

એમસીએક્સ પર ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ્સનો આવતી કાલથી પ્રારંભ

 


 

મુંબઈ: ભારતના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્સ એક્સચેન્જ અને વૈશ્વિક સ્તરે સૌથી મોટા કોમોડિટી ઓપ્શન્સ એક્સચેન્જ (એફઆઈએ, 2024), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એમસીએક્સ)એ જૂન 2025માં ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્સ શરૂ કરવા માટે સેબીની મંજૂરી મેળવી હતી અને હવે ગુરુવાર, 10 જુલાઈ, 2025થી ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ શરૂ કરવાની જાહેરાત કરતાં ખુશી અનુભવે છે, જે દેશના ઊર્જા ડેરિવેટિવ્સ બજારના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

 

એમસીએક્સ માને છે કે આ શરૂઆત સમયોચિત છે, કારણ કે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જેમાં ભાવની સ્થિરતા, બદલાતી માંગ, ઇંધણના ખર્ચ અને બજારના વિકાસનું સંચાલન કરવાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટ પાવર જનરેટર્સ, વિતરણ કંપનીઓ, મોટા ઔદ્યોગિક ગ્રાહકો અને નાણાકીય ભાગીદારોને પારદર્શક, લિક્વિડ અને વિશ્વસનીય હેજિંગ મિકેનિઝમ પૂરું પાડશે. તે રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી કોમોડિટી ઉમેરવા માટે પણ પ્રોત્સાહન આપશે.

 

નવા શરૂ થનારા ઇલેક્ટ્રિસિટી વાયદા કોન્ટ્રેક્ટનો ઉદ્દેશ ઇલેક્ટ્રિસિટીના ભાવ જોખમના સંચાલન માટેના સંરચિત સાધનોની વધતી માંગને પહોંચી વળવાનો છે. આ કોન્ટ્રેક્ટ વર્ષના તમામ 12 કેલેન્ડર મહિનાઓ માટે ઉપલબ્ધ હશે, જેમાં પ્રારંભમાં ચાલુ મહિના સહિત ત્રણ મહિનાના કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવાશે. ટ્રેડિંગ યુનિટ 50 મેગા વોટ અવર (એમડબલ્યુએચ) છે, જે એમડબલ્યુએચદીઠ ભારતીય રૂપિયા (ટેક્સ અને લેવી સિવાય)માં ક્વોટ કરાશે. ટિક સાઇઝ એમડબલ્યુએચદીઠ રૂ.1ની રખાઇ છે. આ કોન્ટ્રેક્ટની પતાવટ સમાપ્તિ મહિનાના તમામ કેલેન્ડર દિવસોના ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ (આઇઇએક્સ) ખાતે ડે અહેડ માર્કેટ (ડીએએમ)ના અનકોન્સ્ટ્રેઇન્ડ માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ (યુએમસીપી)ના વોલ્યુમ વેઇટેડ એવરેજના આધારે રોકડમાં કરવામાં આવશે.

 

આ કોન્ટ્રેક્ટ બજારની સ્થિરતા માટે સેબીની દૈનિક ભાવ મર્યાદા (ડીપીએલ)ને અનુસરશે, જેમાં પ્રારંભિક સ્લેબ 6 ટકાનો હશે, જે આપેલ દિવસે 9 ટકા સુધી વિસ્તારી શકાય છે. પ્રારંભિક માર્જિન આવશ્યકતા ઓછામાં ઓછું 10 ટકા અથવા વોલેટિલિટી વીએઆર આધારિત માર્જિન, જે વધુ હશે તે લાગુ પડશે. ગ્રાહક સ્તરની પોઝિશન મર્યાદા 3 લાખ એમડબલ્યુએચ અથવા બજારવાર ઓપન ઇન્ટરેસ્ટના 5 ટકા એ બંનેમાં જે વધુ હશે તેના પર મર્યાદિત છે.

 

આ વિકાસ અંગે બોલતાં, એમસીએક્સના એમડી અને સીઈઓ મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિસિટી એક મહત્વપૂર્ણ કોમોડિટી છે, જેના ભાવમાં અસ્થિરતા અનેક પરિબળો દ્વારા નક્કી થાય છે, જેમાં માંગ-પુરવઠા, હવામાન (ઋતુગત), પીક લોડ (ઔદ્યોગિક/વાણિજ્યિક/રહેણાંક/કૃષિ), તહેવારોની ઋતુ વગેરેનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિસિટી વાયદાનો થનારો પ્રારંભ એમસીએક્સની નવીન અને ભાવિલક્ષી પ્રોડક્ટ્સ બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે, જે વાસ્તવિક બજારની જરૂરિયાતોને સંબોધે છે. આ કોન્ટ્રેક્ટ ભારતના ઊર્જા બજારોને વધુ ગાઢ બનાવવા અને ટકાઉ, બજાર-આધારિત પાવર પ્રાઇસિંગના વ્યાપક લક્ષ્યને સમર્થન આપવા તરફનું એક પગલું છે – જે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે એક આવશ્યક આધારસ્તંભ છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button