ધર્મ દર્શન

શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતના 17મા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર સરથાણા સુરતના 17મા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતના ૧૭મા પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું બે દિવસીય આયોજન પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે.
આજે પ્રથમ દિવસે સમૂહ પારાયણની મહાપૂજા કરવામાં આવી હતી. ‘જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતો’ની સમૂહ પારાયણનું વાચન તેમજ આરતીનો લહાવો સંતો અને ભક્તોએ લીધો હતો. આ અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિરના નૂતન પ્રવેશદ્વારનું શુભ ઉદ્ઘાટન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાવિકો દ્વારા સ્વામીજી મહારાજનું હૈયાના હેત સાથે, અત્યંત આનંદ અને ઉલ્લાસથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંધ્યા આરતીના દર્શન અને મહાપ્રસાદ બાદ સૌ સંતો-ભક્તોએ કીર્તન ભક્તિનો આનંદ માણ્યો હતો. સુરતના બાળકો અને યુવાનોએ મધુર કંઠે કીર્તનો રજૂ કરીને સૌને પ્રભુભક્તિમાં રસતરબોળ કર્યા હતા. આ પ્રસંગે દેશ-વિદેશથી પધારેલા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આવતી કાલે વહેલી સવારે મંગળા આરતીથી દ્વિતીય દિવસના કાર્યક્રમોનો શુભારંભ થશે. શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડશપચારથી પૂજન-અર્ચન કરવામાં આવશે. સંતો-ભક્તોએ અંતરના ભાવથી તૈયાર કરેલ અન્નકૂટ ધરાવવામાં આવશે. આ અવસરે પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદનો તેમજ દર્શન અને મહાપ્રસાદનો અણમોલ લહાવો મળશે. આ શુભ અવસરે પધારવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button