આરોગ્ય

સુરતમાં પ્રિમોન્સૂન એક્શન: મચ્છર પ્રજનન સામે SMCનો કડક દંડ, 65 હજારથી વધુ ઘરોનું સર્વે

સુરતમાં પ્રિમોન્સૂન એક્શન: મચ્છર પ્રજનન સામે SMCનો કડક દંડ, 65 હજારથી વધુ ઘરોનું સર્વે

સુરત મહાનગરપાલિકા (SMC)ના ઈસ્ટ ઝોન-એ (વરાછા)ના વી.બી.ડી.સી વિભાગ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત વિસ્તૃત સર્વે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા. 16 માર્ચથી 21 માર્ચ 2026 દરમિયાન ઝોનના વિવિધ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોને રોકવા માટે ઘરો અને બાંધકામ સાઇટ્સ પર ચકાસણી કરવામાં આવી હતી.વિભાગ દ્વારા ભગુનગર, ઈન્દીરાનગર, શ્રી રામનગર, સીતારામનગર સોસાયટી અને અર્જુનનગર સહિતના વિસ્તારોમાં કુલ 65,467 ઘરોનું સર્વે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 1,14,087 પાણીના કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 271 સ્થળોએ મચ્છરના પ્રજનન મળી આવ્યું હતું. તેમાં એનોફિલીસ, એડીસ, ક્યુલેક્સ અને મિશ્ર પ્રજાતિના મચ્છરોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.મચ્છર ઉત્પતિ માટે જવાબદાર વ્યક્તિઓ પાસેથી રૂ. 3,000 વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો હતો તેમજ 72 નોટિસ આપવામાં આવી હતી. સાથે જ 225 જેટલા સંભવિત મચ્છર ઉત્પતિ કરાવતા પડતર સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. આરોગ્ય જાગૃતિ માટે નાગરિકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.બાંધકામ સાઇટ્સ પર પણ ખાસ દેખરેખ રાખવામાં આવી હતી. કુલ 122 બાંધકામ સાઇટ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં આરાધના ટેક્સટાઇલ માર્કેટ, ખોડિયાર બિઝનેસ પાર્ક અને જે.જે એસ્ટેટ જેવી સાઇટ્સમાં ખામી મળતા રૂ. 45,000 દંડ વસૂલવામાં આવ્યો હતો અને 11 નોટિસ આપવામાં આવી હતી.ખાનગી માલિકીના 82 ખુલ્લા પ્લોટોની ઓળખ કરવામાં આવી છે, જેમને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે. જો ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત કરંજ, રેલવે કોલોની, જવેરચંદ મેઘાણી ગાર્ડન અને એસ.ટી. બસ ડેપો જેવા વિસ્તારોમાં ફોગિંગ અને ફિશ રિલીઝ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકા કમિશનરની સૂચના મુજબ વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન પણ હાથ ધરાયું હતું. આઈ.એફ.એમ માર્કેટ (પુણાગામ), મોડન ટાઉન (સારોલી) અને કાંગારુ સર્કલ વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ સાથે આરોગ્ય જાગૃતિ માટે IEC કાર્યક્રમો યોજાયા હતા. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે મચ્છર ઉત્પતિ રોકવા માટે પાણીના સ્ત્રોતોને ઢાંકીને રાખે અને પડતર સામાનનો નિકાલ કરે. જો સર્વે દરમિયાન ખામી જણાશે તો નોટિસ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button