આરોગ્ય
મહિલાઓ માટે ફ્રી બ્રેસ્ટ કેન્સર ચેક અપ કેમ્પનું આયોજન કરાયું

મહિલાઓ માટે ફ્રી બ્રેસ્ટ કેન્સર ચેક અપ કેમ્પનું આયોજન કરાયું
સુરત : સાંચી હેલ્થ કેર ફાઉન્ડેશન અને લોટસ હોસ્પિટલ દ્વારા મહિલાઓ માટે ફ્રી બ્રેસ્ટ કેન્સર ચેક અપનું આયોજન શુક્રવારે કેનાલ રોડ સ્થિત હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં 50 થી વધુ મહિલાઓની બ્રેસ્ટ કેન્સરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના પ્રમુખ પૂનમ પારાશરે ‘સ્પાર્ક ઓફ લાઈફ’ પુસ્તકનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ પ્રસંગે શિબિરમાં ડો. રીચા વઘાસિયા, કેન્સર સર્જન ડો. અમિત ગુપ્તા અને લાઈફ સ્ટાઈલ એક્સપર્ટ ડો. મુકેશ પારાશરે પણ પોતાની સેવાઓ આપી હતી.



