ગુજરાત

સુરત મહાનગરપાલિકાની અનોખી પહેલ: “વંદે માતરમ@150” નિમિતે શહેરભરમાં સમૂહગાન

સુરત મહાનગરપાલિકાની અનોખી પહેલ: “વંદે માતરમ@150” નિમિતે શહેરભરમાં સમૂહગાન
સુરત : રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઉજવણી યોજવામાં આવી હતી. સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બનેલું “વંદે માતરમ” આજે પણ દેશવાસીઓ માટે ગૌરવનો વિષય છે.
આ પ્રસંગે તા. 23 થી 31 માર્ચ, 2026 દરમિયાન “વંદે માતરમ@150” (ફેઝ-2) ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે તા. 24 માર્ચના રોજ સવારે 10:30 કલાકે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, તમામ ઝોન કચેરીઓ, વિભાગો, વોર્ડ ઓફિસો, હેલ્થ સેન્ટરો, મસ્કતી હોસ્પિટલ તેમજ સ્મીમેર કોલેજ અને હોસ્પિટલ ખાતે “વંદે માતરમ”નું મૂળ સ્વરૂપે સમૂહગાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન (IAS) તેમજ મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આઈ.સી.સી.સી. કચેરી, ન્યૂ સિટી લાઈટ રોડ સહિત તાપી ભવન, તાપીપુરા અને શહેરના વિવિધ સ્થળોએ એકસાથે રાષ્ટ્રગીતના ગાનથી દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
સુરત મહાનગરપાલિકાની આ પહેલ દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય ચેતના અને માતૃભૂમિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button