અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખાની નવી કારોબારીની થઈ રચના

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખાની નવી કારોબારીની થઈ રચના
સુરત :અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખાની 21મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના શ્યામ-કુંજ હોલમાં કરવામાં આવ્યું હતું.
સભામાં યુવા શાખાના પ્રમુખ અંકિત ઝુનઝુનવાલા દ્વારા ગત વર્ષે કરવામાં આવેલા કાર્યોની વિગત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2026-27 માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સર્વસંમતિથી મોહિત ભિવાનીવાલાને પ્રમુખ, પ્રણય ચૌધરીને ઉપપ્રમુખ, સંવેદ પંસારીને સેક્રેટરી, તરુણ ગોયલને સહ-સેક્રેટરી, સૌરભ જલાનને ટ્રેઝરર અને સિદ્ધાર્થ ખેતાનને સહ-ટ્રેઝરર બનાવવામાં આવ્યા છે. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ પોદ્દાર, ઉપપ્રમુખ પ્રમોદ કંસલ, સેક્રેટરી અનિલ અગ્રવાલ, ટ્રેઝરર શશિભૂષણ જૈન, સહ-ટ્રેઝરર રમેશ અગ્રવાલ, સહ-સેક્રેટરી મનોજ ડોહકાવાલા, યુવા શાખાના મેન્ટર રાહુલ અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



