અક્ષય કુમાર બન્યા ગાયક, ‘તેરા પૈસા મેરા પૈસા’એ મચાવી ધૂમ

અક્ષય કુમાર બન્યા ગાયક, ‘તેરા પૈસા મેરા પૈસા’એ મચાવી ધૂમ
‘વેલકમ ટુ ધ જંગલ’નું નવું ગીત ‘તેરા પૈસા મેરા પૈસા’ રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગયું છે. આ ગીતમાં અક્ષય કુમારે ફરહાદ ભિવંડીવાલા, રૂબાઈ અને સંગીતકાર વિક્રમ મોન્ટ્રોઝ સાથે ગાયકી કરી છે.મુંબઈમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ અને નિર્માતાઓ હાજર રહ્યા હતા. ગીતનું કરાઓકે વર્ઝન મરાઠી, ગુજરાતી, પંજાબી, સિંધી, બંગાળી અને તમિલ ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવ્યું.મસ્તી, મનોરંજન અને પાર્ટી વાઇબથી ભરપૂર આ ગીતમાં ફિલ્મની મોટી સ્ટારકાસ્ટ એકસાથે જોવા મળે છે. સંગીતકાર વિક્રમ મોન્ટ્રોઝે જણાવ્યું કે તેમનો હેતુ એવું ગીત બનાવવાનો હતો જે લોકો તરત જ માણી શકે.અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, જેકલીન ફર્નાન્ડિઝ, દિશા પટાણી, પરેશ રાવલ, અરશદ વારસી સહિત અનેક કલાકારો છે.ફિલ્મ 26 જૂન, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે



