ગુજરાત
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીને અનુલક્ષીને શિનોર પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. આકાશ પટેલની આગેવાનીમાં સાધલીમાં ફૂટ રેલી (ફલેગ માર્ચ)નીકળી.

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીને અનુલક્ષીને શિનોર પોલીસ દ્વારા ડી.વાય.એસ.પી. આકાશ પટેલની આગેવાનીમાં સાધલીમાં ફૂટ રેલી (ફલેગ માર્ચ)નીકળી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને જાહેર સુલેહ શાંતિ બની રહે અને અસામાજિક તત્વો દ્વારા કોઈ અનિષ્ટતા ના થાય તે ધ્યાને લઈને આજરોજ તારીખ 12 એપ્રિલ 2026 સાંજના છ કલાકે નાયબ પોલીસવડા વડોદરા ગ્રામ્ય ,ડભોઇના આકાશ પટેલની રાહબરી હેઠળ પી. આઇ.આર.આર.વસાવા તથા પ્રોબેશનલ પી.એસ.આઇ. એચ.બી. મકવાણા સાથે તમામ એ.એસ.આઇ., હેડ કોન્સ્ટેબલો, તમામ પોલીસ, લેડીઝ સ્ટાફ અને જી.આર.ડી. જવાનોની સાધલી મુકામે વિશાળ ફૂટ રેલી (ફ્લેગ માર્ચ)યોજાઇ હતી, અને ત્રણ પોલીસ ની ગાડી પણ સાથે જોડાઈ હતી. સાધલીના તમામ મુખ્ય રસ્તાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.