સાધલીમાં ભાજપના ઉમેદવાર વિભા પટેલનું ભવ્ય સ્વાગત: કુમકુમ તિલક અને ફૂલહાર સાથે લોકોએ આપ્યું પ્રચંડ સમર્થન

સાધલીમાં ભાજપના ઉમેદવાર વિભા પટેલનું ભવ્ય સ્વાગત: કુમકુમ તિલક અને ફૂલહાર સાથે લોકોએ આપ્યું પ્રચંડ સમર્થન
સાધલી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિભા પટેલ ની આજે સાધલીની ફેરણી દરમિયાન લોકોએ કુમકુમ તિલક, પેંડા અને ફુલહાર થી ભવ્ય સ્વાગત કરી પ્રચંડ સમર્થન આપ્યું હતું.
સાધલી જિલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપા તથા કોંગ્રેસની સીધી ટક્કર છે, કોંગ્રેસના ઉમેદવાર ઘણા જ નબળા છે અને આજ સુધી કોઈપણ ગામની મુલાકાત લીધેલ નથી, જેથી લોકોમાં કોંગ્રેસના ઉમેદવાર ખસી ગયા હોવાની આશંકા જાગેલ છે. ભાજપાના ઉમેદવાર વિભાબેન પટેલ જેવો અગાઉ જિલ્લા પંચાયતની બેઠક જીતી ચૂકેલા છે અને તેમના પતિ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલે લોકોના સતત સંપર્કમાં રહીને ઘણી જ લોક ચાહના પ્રાપ્ત કરેલ છે. એટલે જે દિવસથી વિભા પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું તે દિવસથી જ તેઓ વિજેતા બની ચૂક્યા છે, તેવી લોકવાયકા હતી, અને આજે સાધલી ગામની બે બેઠકો ઉપર તેમની ફેરણી દરમિયાન લોકો તરફથી જે પ્રેમપૂર્વક નો પ્રતિસાદ, ફૂલહાર ,પેંડા ,કુમકુમ તિલક તેમને મળ્યા છે, તે જોઈને આજથી તેઓ વિજેતા જાહેર થયા હોય તેવું લાગી રહ્યું છે. તેઓની ફેરણી સમયે ગામેગામ થી ટેકેદારો ઉપરાંત મતદારો જાતે ફેરણીમાં સામેલ થયા હતા. તેઓની સાથે તાલુકા પંચાયત સાધલી 1 તથા સાધલી 2 ના ઉમેદવારો પણ જોડે રહ્યા હતા. રાષ્ટ્રીય પ્રતિમાઓ પર પુષ્પમાળા અર્પણ કરીને ફેરણી શરૂ કરેલ હતી. મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી.



