શિનોર તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો: પ્રમુખ પદે હીનાબેન રોહિત અને ઉપપ્રમુખ પદે પ્રિતેશ પટેલ બિનહરીફ ચૂંટાયા

શિનોર તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો: પ્રમુખ પદે હીનાબેન રોહિત અને ઉપપ્રમુખ પદે પ્રિતેશ પટેલ બિનહરીફ ચૂંટાયા
શિનોર તાલુકા પંચાયત ની પ્રથમ સભા પ્રમુખ તથા ઉપપ્રમુખ ની ચૂંટણી કરવા માટે આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં અધ્યાસી અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ.
જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ના તારીખ 15 મે 2026 ના એજન્ડા મુજબ અધ્યાસી અધિકારી નાયબ કલેકટર જમીન સુધારણા વડોદરા ના અધ્યક્ષ સ્થાને શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવા માટે આજે તારીખ 25 મે 2026 ને સોમવારે તાલુકા પંચાયતના સભાખંડમાં 11 કલાકના બદલે અધ્યાસી અધિકારી મોડા આવવાના કારણે 11:30 કલાકે મળી હતી, પ્રમુખ તથા ઉપપ્રમુખ માટે માત્ર એક એક ફોર્મ હોવાના કારણે પ્રમુખ પદે હીનાબેન વસંતભાઈ રોહિત તથા ઉપપ્રમુખ પદે પ્રિતેશકુમાર રમેશભાઈ પટેલની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. આજની સભામાં તમામ 16 ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા. વરણી થયા પછી પ્રમુખ તથા ઉપપ્રમુખને શુભેચ્છા આપવા શિનોર તાલુકા પંચાયત ના વિજયના મુખ્ય સારથી ધારાસભ્ય અક્ષય પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તથા જિલ્લા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ જ્યોત્નાસબેન રબારી ખાસ પધાર્યા હતા. આ પ્રસંગે 250 થી 300 કાર્યકરો હાજર રહ્યા હતા. પ્રમુખ હીનાબેન રોહિત તથા ઉપપ્રમુખ પ્રિતેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



