રાજનીતિ

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓમાં શિનોરને ચેરમેન પદ ન મળતાં કાર્યકરોમાં ભારે નારાજગી

વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓમાં શિનોરને ચેરમેન પદ ન મળતાં કાર્યકરોમાં ભારે નારાજગી
વડોદરા: વડોદરા જિલ્લા પંચાયતની તારીખ ૨૫ જૂન ૨૦૨૬ ના રોજ મળેલી સામાન્ય સભામાં આઠ મહત્વની સમિતિઓના નામો જાહેર કરવામાં આવ્યા છે. જોકે, આ સમિતિઓની રચનામાં શિનોર તાલુકાને એક પણ ચેરમેન પદ ન મળતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.
અગાઉ ૨૩ મેના રોજ પ્રથમ સભા અને ત્યારબાદ ૧૮ જૂનની મુલતવી રહેલી સભા બાદ મળેલી આ સામાન્ય સભામાં સમિતિઓની જાહેરાત કરાઈ હતી. સમિતિઓની ફાળવણી પર નજર કરીએ તો વાઘોડિયાને ૨, પાદરાને ૨, સાવલી, વડોદરા, ડભોઇ અને કરજણને ૧-૧ ચેરમેન પદ મળ્યા છે. જ્યારે હોદ્દાની રૂએ અપીલ સમિતિ સિવાય શિનોર તાલુકાને સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવ્યો છે. ગત બોર્ડમાં ભાજપની જીત છતાં અન્યાય થયો હતો અને ચાલુ વર્ષે સિનિયર તથા બીજી વાર ચૂંટાયેલા વિભાબેન પટેલ હોવા છતાં તેમને હોદ્દો ન મળતાં સ્થાનિક સ્તરે નિરાશા છે.
રાજકીય ચર્ચાઓ મુજબ, જિલ્લા ભાજપ સંગઠનમાં હજુ પણ ‘બદામ અને મગફળી’નો જૂનો વિવાદ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શિનોર તાલુકાના તમામ નવા-જૂના ભાજપ કાર્યકરોમાં સંગઠનના આ વલણ સામે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button