અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ
આજે મુન્દ્રાથી મુંબઇ-ગોવાને જોડતી પ્રથમ ઉડાન ભરી
મુન્દ્રા : મંગળવાર ૨૩ જૂનથી મુંન્દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી તેની પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્દ્રા એરપોર્ટ જાહેરાત કરી છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે.
મંગળવારથી અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા આઠ નવી હવાઈ સેવાઓના આરંભ સાથે વેપાર, વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને પર્યટન માટે મુસાફરીનો સમય ઘટાડતા એક એક્સપ્રેસ કોરિડોરનું નિર્માણ થશે. ભારતના સૌથી મોટા મુન્દ્રા બંદરની આર્થિક ગતિવિધીને બળ આપશે. સ્ટાર એર મારફત મુન્દ્રાને જોડનારા અન્ય શહેરોમાં હિંડોન, સુરત, બેલાગવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રુપના નિવડેલા વિકાસ મોડેલ આધારિત નિર્માણ થયેલા મુન્દ્રા એરપોર્ટની કાર્યક્ષમતા અને ભવિષ્યના વિકાસ અને વિવિધ પ્રકારના પ્રવાસીઓ અને કાર્ગો વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવતાો ૧,૯૦૦ મીટરનો વિશાળ રનવે બનાવવામાં આવ્યો છે. વિશાળ પાર્કિંગ, બહુવિધ ચેક-ઇન કાઉન્ટર્સ, આરામદાયક લાઉન્જ અને ફુલ-સર્વિસ ફૂડ કોર્ટ વ્હીલચેરની સુવિધાઓ અને સમર્પિત પેસેન્જર ડ્રોપ-ઓફ ઝોન સહિતની સવલત ધરાવતું આધુનિક ટર્મિનલ આ વિસ્તારમાં તકોની ક્ષિતિજનું અનાવરણ કરશે.
ભારતના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા અને સૌથી મોટો કાર્યરત મલ્ટી-પ્રોડક્ટ મુન્દ્રા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન આસપાસ આ હવાઈ માર્ગની શરુઆત આયાત-નિકાસની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા ભારતની આર્થિક ઉન્નતિને ઉર્જા આપવા માટેનું એક ગણતરીપૂર્વકનું પગલું છે.
છેવાડાના માઇલને આવરી લેતું આ હવાઈ જોડાણ અને બંદરિય વેપારના વિશાળ જથ્થાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે વધુ કાર્યક્ષમ રીતે સંચાલન અને સંકલન સાધવા સક્ષમ બનાવે છે.
આ પ્રીમિયર એરપોર્ટ અદાણી સમૂહને તેના બંદર અને ઉડ્ડયન કામગીરી વચ્ચે એક શક્તિશાળી સિનર્જી બનાવવા સક્ષમ બનાવવા ઉપરાંત કચ્છના વેપાર, વણજ અને પર્યટનના ભવિષ્યને નવી નોંધપાત્ર ઊંચાઈએ લઈ જવામાં એક મહત્વનું ઉત્પ્રેરક બનવાની ભરપૂર સંભાવના છે.
આ પહેલ હેઠળ નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી મળી વિશ્વકક્ષાના આઆંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનમાં અદાણી જૂથની કુશળતાનો ઉપયોગ કરશે.



