ગુજરાત

ચોર્યાસી તાલુકાના ગામોમાં રૂ.૨.૫૮ કરોડના ખર્ચે થશે વિકાસ કાર્યો

ચોર્યાસી તાલુકાના ગામોમાં રૂ.૨.૫૮ કરોડના ખર્ચે થશે વિકાસ કાર્યો
ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોના હસ્તે વર્ક ઓર્ડરોનું વિતરણ
ચોર્યાસી તાલુકા પંચાયત કચેરી ખાતે ચોર્યાસી તાલુકામાં સમાવિષ્ટ ૨૮ ગ્રામ પંચાયતોમાં મંજૂર થયેલા રૂ.૨.૫૮ કરોડના વિકાસ કામોના વર્ક ઓર્ડરનું વિતરણ ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ ૧૫ ગ્રામ પંચાયતોમાં ૧૩૩.૫૦ લાખ, ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ ૧૦ ગ્રામ પંચાયતોમાં ૯૩.૫૦ લાખ અને ઓલપાડ વિધાનસભામાં સમાવિષ્ટ ૩ ગ્રામ પંચાયતમાં ૩૧.૫૦ લાખના કામોનો સમાવેશ થાય છે.
આ મંજૂર કામોનું આયોજન નાણાંકીય વર્ષ ૨૦૨૬- ‘૨૭માં કરવામાં આવ્યું છે, જેમાં કાચા રસ્તાને ડામરના બનાવવા, CC રોડ, પેવર બ્લોકના કામો, ગટર સુવિધાના કામો, પાણી પુરવઠાને લગતા કામનો સમાવેશ થાય છે.
આ તકે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિવિધ અનુદાનો અને વિભાગોની યોજનાથી ચોર્યાસી તાલુકામાં વિકાસ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. સરકાર ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ની ભાવના સાથે જનકલ્યાણ માટે સતત કામગીરી કરી રહી છે. ચોર્યાસી તાલુકો ભૌગોલિક સ્થિતિએ સુરત મહાનગરની નજીક હોય અહીં મહાનગર જેવી જ સુવિધા આપવી જરૂરી છે, અને આ સંકલ્પ સાથે વિકાસકામોને વેગ આપવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં તા.પંચાયતના પ્રમુખ યશ્વી પટેલ, જિ.શિક્ષણ સમિતિના અધ્યક્ષ હાર્દિક પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારી, સંગઠન હોદ્દેદારો, સરપંચો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button