નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરી

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરી
નવી મુંબઈ : ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ મુસાફરોને એરપોર્ટમાં આરામ કરવા, ફ્રેશ થવા કે કાર્ય કરવાની સુવિધા આપતી ૮૦ રૂમની ક્ષમતાની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ઉપર શરૂ કરી છે .
ટર્મિનલ ૧ ના આગમન સ્તરે બે માળની ટ્રાન્ઝિટ હોટેલ લાંબો સમય રહેવા, વહેલા પ્રસ્થાન, મોડા પહોંચવા અને ટૂંકા રોકાણની જરૂરિયાતોના સંજોગોમાં મુસાફરોની સગવડ માટે શરુ કરવામાં આવી છે. અહીં મહેમાનો શાવર, ભોજન સહિતની વિવિધ હોટેલ સેવાઓની સગવડ મેળવી શકે તે માટે ચાર કલાક અથવા રાત્રિ રોકાણનો વિકલ્પ પસંદ કરી શકે છે.
અદાણી એરપોર્ટના નોન-એરો બિઝનેસના મુખ્ય કારોબારી અધિકારી શ્રી સુચિત બંસલે જણાવ્યું હતું કે: સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ એરપોર્ટના વાતાવરણમાં મુસાફરોને ફ્લાઇટ્સ વચ્ચે આરામ, કામ કરવા માટે વધુ મોકળાશ આપી રહેઠાણ જેવી અનુભૂતિ કરાવે છે. મોટા પાયે ઉડ્ડયન અને પેસેન્જર સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સ્વિર્લ જેવી વિવિધ ઓફરો મુસાફરીની સુવિધામાં વધારો કરે છે. તેમણે કહ્યું હતું કે અમે આવી સુવિધાઓ અમારા દ્વારા સંચાલિત અન્ય એરપોર્ટમાં શરુ કરીને ટ્રાન્ઝિટ હોસ્પિટાલિટી સેવાઓ ઉપલબ્ધ બનાવવાની તકની રાહ જોઈ રહ્યા છીએ.
ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ્સમાંનું એક આ એરપોર્ટ મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅનમાં વધતી જતી ઉડ્ડયન સેવાઓની જરૂરિયાતોને પૂરી કરવા વિકસાવવામાં આવ્યું છે. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ એરપોર્ટેની વાણિજ્યિક કામગીરીના આરંભ બાદ ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ અબુ ધાબીની તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સાથે આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી હતી. સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલની શરુઆત સાથે એરપોર્ટની પેસેન્જર અને નોન-એરોનોટિકલ સેવાઓની વધતી જતી ઇકોસિસ્ટમમાં એક નવી હોસ્પિટાલિટી ઉમેરવામાં આવી છે.
આ હોટેલમાં છ શ્રેણીઓમાં ૧૩૦ ચોરસ ફૂટથી ૪૧૦ ચોરસ ફૂટ સુધીના સુપિરિયર સિંગલ, સુપિરિયર ડબલ, સુપિરિયર ટ્વીન, સુપિરિયર એક્સેસિબલ, જુનિયર સ્યુટ અને એક્ઝિક્યુટિવ સ્યુટ મળી ૮૦ રૂમ છે.
સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ હાઇ-સ્પીડ વાઇ-ફાઇ, સ્માર્ટ ટેલિવિઝન, સમર્પિત વર્કસ્ટેશન, ઇલેક્ટ્રોનિક સેફ, ચા- કોફીની સુવિધાઓ, પ્રીમિયમ બેડ અને બાથ લેનિન, ટોયલેટરીઝ અને રૂમમાં ભોજનની ઓફર કરે છે. એક્સપ્રેસ લોન્ડ્રી, કન્સીજર્ડ સહાય, ૨૪-કલાક હાઉસકીપિંગ, પિક-અપ અને ડ્રોપ સેવાઓ અને વેક-અપ કોલનો પણ મહેમાનો લાભ લઈ શકે છે.
આ મિલકતમાં ૪૦ મહેમાનો માટે બેસવાની સુવિધા સાથેનું ૨૪-કલાક કાર્યરત ડાઇનિંગ રેસ્ટોરન્ટ, રૂમમાં ભોજન, ગ્રેબ-એન્ડ-ગો વિકલ્પો અને વાઇન બાર શામેલ છે.
આગામી સમયમાં ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બારડોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરવામાં આવશે, આ એરપોર્ટના ટર્મિનલ ટુ ના એરપોર્ટ-સુરક્ષિત ઝોનમાં આગમન વિસ્તારના લેવલ ૩ ઉપર ૨૧ રૂમનુ આયોજન છે. તે ડાઇનિંગ અને હોસ્પિટાલિટી સેવાઓ સાથે કલાક દીઠ અને રાત્રિ રોકાણની સેવા આપશે.
ગુવાહાટી ખાતે આ હોટેલ ટ્રાન્ઝિટ તમામ પ્રવાસીઓને સેવા આપશે. અહીં સમર્પિત વર્કસ્ટેશન અને મીટિંગ-ફ્રેન્ડલી જગ્યા મહેમાનોને ફ્લાઇટ્સ વચ્ચે કામ કરતા રહેવા સક્ષમ બનાવશે.
અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સના તેના એરપોર્ટ નેટવર્કમાં નોન-એરોનોટિકલ સેવાઓના વિસ્તરણની દીશામાં આગળ વધવાની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલની શરુઆત એક ભાગ છે. જે એરપોર્ટના વાતાવરણમાં ઉપલબ્ધ સેવાઓની શ્રેણીને મજબૂત બનાવવા સાથે પ્રવાસીઓને વધારાના વિકલ્પો આપે છે.



